જમ્મુના સિદ્રામાં એક ઘરમાંથી 6 શંકાસ્પદ મૃતદેહો મળ્યા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં એક ઘરમાંથી 6 મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં એક મહિલા, તેની બે પુત્રીઓ અને બે સંબંધીઓનો સમાવેશ થાય છે. આ લોકોનું મોત કેવી રીતે થયું. તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસે તપાસ શરૂ કરી છે.
જમ્મુમાં એક ઘરમાંથી મળ્યા 6 મૃતદેહો
મહિલાની ઓળખ શકીના બેગમ છે. તે તેની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો અને પુત્ર ઝફર સલીમ અને તેના બે સંબંધીઓ નૂર અલ હબીબ અને સજ્જાદ અહેમદ મૃતકોમાં સામેલ છે.જો કે હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે.
મૃતકોમાં એક મહિલા સહિત ત્રણ બાળકોનો સમાવેશ
પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબજામાં લઈને સરકારી મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા છે. એટલું જ નહીં પોલીસે તપાસ પણ શરૂ કરી છે. જો કે પોલીસે હજુ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવશે.
અગાઉ પણ આતંકીઓએ એક પંડિતની કરી હતી હત્યા
આ પહેલા મંગળવારે શોપિયાંના ચોટીપોરામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં મૃતકના ભાઈને પણ ઈજા થઈ હતી. મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ હતી.