ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળમાં સિતરંગનો કહેર, ચક્રવાતથી પાંચ લોકોના મોત

Text To Speech

સિતરંગની પશ્ચિમ બંગાળમાં ધીરે ધીરે કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે ચક્રવાતની અસર આસપાસના વિસ્તારો પણ જોવા મળી રહી છે. સિતરંગ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં તોફાનની સંભવિત અસરની ચેતવણી જારી કરી હતી જેના કારણે 24 અને 25 ઓક્ટોબર બન્ને દિવસ બંગાળની ખાડીમાં પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગત રોજને આ તેના કહેરને કારણે અનેક જીવોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાનુ સામે આવ્યુ છે AFP સમાચાર એજન્સીએ આપત્તિ મંત્રાલય કટ્રોલ રુમના પ્રવક્તા નિખિલ સરકારને ટાંકીને જણાવ્યું હતું કે બરગુના, નરેલ, સિરજગંજ અને ભોલાના ટાપુ જિલ્લામાંથી મૃત્યુ નોંધાયા છે.

ચક્રવાતી તોફાનના કારણે સોમવારે કોક્સ બજાર કિનારે હજારો લોકો અને પશુધનને ચક્રવાત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. કોક્સ બજારના ડેપ્યુટી કમિશનર રશીદે જણાવ્યું કે, નજીકની શૈક્ષણિક સંસ્થાઓને પણ જરુર પડ્યે આશ્રયસ્થાનો તરીકે ઉપયોગ કરવા માટે તૈયાર રાખવામાં આવી રહ્યા છે.

ચક્રવાતથી લોકોના મોત

સોમવારે ચક્રવાતના કારણે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારો માંથી 5 લોકોના મોત થયાનુ સામે આવ્યુ છે. જેમાંથી બરગુના, નરેલ, સિરજગંજ અને ભોલાના ટાપુ જિલ્લામાંથી મૃત્યુ નોંધાયા છે. તેમજ આ ચક્રવાતના કારણે પશુધનને પણ ઘણુ નુકસાન પહોચ્યું છે. ત્યારે આ ચક્રવાતના કારણે લોકોને જીવન શૈલીને અસર થઈ છે.

આ રાજ્યમાં ચક્રરવાતની સાથે વરસાદની શક્યતા

ચક્રવાત સિતરંગને કારણે, ભારતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. તેથી સાવચેતી તરીકે પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યુ છે. 100 થી વધુ રાહત કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે મંગળવારે 25 ઓક્ટોમ્બરના દિવસે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મિશન ગુજરાત : બનાસકાંઠાની મોરિયા મેડિકલ કોલેજમાં બેઠક

Back to top button