‘રામાયણ’ની ‘સીતા’એ અયોધ્યાના ભગવાન રામના કર્યા દર્શન,તસવીરો આવી સામે
રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયા તાજેતરમાં અયોધ્યામાં જોવા મળી હતી. તેમને ભગવાન રામના દર્શન કર્યા. આ દરમિયાન તેણે એક ઝલક પણ શેર કરી છે. અભિનેત્રીને ટીવીની સીતા તરીકે ઓળખવામાં આવે છે. અભિનેત્રીએ ભગવાન રામના દર્શન કર્યા જેની તસવીરો સામે આવી છે.
સાથે જ દીપિકા ચિખલિયાએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમણે સત્તામાં આવ્યા બાદ સનાતનીઓ માટે ઘણું કર્યું છે.તે ભગવાન રામની મૂર્તિ જોઈને દંગ રહી ગઈ હતી.
View this post on Instagram
દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા દ્વારા પણ ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે પહેલીવાર અયોધ્યાની પવિત્ર ભૂમિ પર પહોંચી અને મંદિરના ફોટા પણ શેર કર્યા. તેની એક ઝલક મેળવવા માટે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. વર્ષ 1987માં દીપિકા ચિખલિયા ટીવી સીરિયલ રામાયણ સાથે જોડાયેલી હતી, પરંતુ તેને અત્યાર સુધી અયોધ્યા જવાનો લાભ મળ્યો ન હતો. સીતાનું પાત્ર ભજવ્યાના 36 વર્ષ બાદ દીપિકા પહેલીવાર અયોધ્યા પહોંચી હતી અને આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે પૂજા કરતી જોવા મળે છે.
આ પણ વાંચો : ‘જવાન’ના શાહરૂખ ખાનની એક તસવીર આવી સામે, અભિનેતાને ઓળખવા થયા મુશ્કેલ