સીતા માતાને ‘મુંહ દિખાઈ’માં મળ્યો હતો કનક મહેલઃ જાણો ખાસ વાતો
- શ્રીરામની નગરી અયોધ્યા પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક જગ્યાઓથી ભરેલી છે. તેમાં કેટલાક મંદિરો અને મહેલ અયોધ્યાના શાસક શ્રીરામ સાથે જોડાયેલા છે.
અયોધ્યા, 3 જાન્યુઆરીઃ મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક જગ્યાઓથી ભરેલી છે. તેમાં કેટલાક મંદિરો અને મહેલ અયોધ્યાના શાસક શ્રીરામ સાથે જોડાયેલા છે. અહીં હજારોની સંખ્યામાં મંદિરો છે. તેમાંથી એક છે કનક મહેલ કે કનક ભવન. તે ક્યારેક શ્રીરામ અને માતા સીતાનો પ્રાઈવેટ મહેલ હતો.
સીતા માતાને ભેટમાં મળ્યો હતો કનક મહેલ
એવું માનવામાં આવે છે કે લગ્ન બાદ માતા સીતાને મુંહદિખાઈમાં માતા કૈકૈયીએ કનક ભવન ભેટમાં આપ્યો હતો. તે દેવી સીતા અને ભગવાન શ્રીરામનો મહેલ હતો. તે સમયે ચૌદ કોસ ભુમિ પર તે ફેલાયેલો હતો અને અયોધ્યાનો સૌથી ભવ્ય મહેલ હતો.
પુરુષોને જવાની નહતી પરવાનગી
અયોધ્યાના રાજા દશરથના અનુરોધ પર દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્માજીની દેખરેખમાં કનક ભવન બનાવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે કનક ભવનના પરિસરમાં શ્રીરામ સિવાય કોઈ પણ પુરુષને જવાની પરવાનગી ન હતી.
હનુમાનજીને મળી હતી આંગણમાં રહેવાની અનુમતિ
જ્યાં એક બાજુ ભવનમાં શ્રીરામ સિવાય કોઈ પણ પુરુષને જવાની મનાઈ હતી, તો રામજીના પ્રિય હનુમાનજીને ભવનના આંગણમાં રહેવાની અનુમતિ હતી.
કનક ભવનનો ટાઈમિંગ
સવારે 8 વાગે કનક ભવન શ્રદ્ધાળુઓ માટે ખુલે છે અને બપોરે 11.00 વાગ્યે બંધ થઈ જાય છે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે તેના દરવાજા ખુલે છે અને રાતે 11.00 વાગ્યે બંધ થાય છે.
આ પણ વાંચોઃ અયોધ્યા માટેની તમામ ફ્લાઈટનું શેડયુએલ જાહેર