નેપાળના પીએમ પુષ્પ કમલ દહલના પત્ની સીતા દહલનું નિધન
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલના પત્ની સીતા દહલનું આજે બુધવારે(12 જુલાઈ) નિધન થયું છે. તેમની ઉંમર 69 વર્ષ હતી. કાઠમંડુ સ્થિત માય રિપબ્લિકાના અહેવાલ મુજબ, બુધવારે સવારે ઓક્સિજનનું સ્તર ઘટી જતાં તેમને કાઠમંડુની નોર્વિક ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Sita Dahal, wife of Nepal PM Pushpa Kamal Dahal 'Prachanda', passed away today after suffering a cardiac arrest following prolonged illness. pic.twitter.com/zqLL9FJTlN
— ANI (@ANI) July 12, 2023
હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીતા દહલનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આજે બુધવારે (12 જુલાઈ) સવારે 8 વાગ્યે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું, સવારે 8:30 વાગ્યે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.
સીતા દહલ આ બિમારીથી પીડાતા હતા
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલના પત્ની સીતા સહલ લાંબા સમયથી પ્રોગ્રેસિવ સુપરન્યુક્લિયર પાલ્સી, ડાયાબિટીસ મેલીટસ-2 અને હાઈપરટેન્શનથી પીડિત હતા.
બુધવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેમને નેપાળની થાપાથલીની નોર્વિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
ભારતમાં પણ તેમણે સારવાર લીધી હતી
સીતા દહલની ભારતમાં પણ 2021માં સારવાર કરવામાં આવી હતી. તેમણે 2020 માં યુનાઇટેડ સ્ટેટ્સના બાલ્ટીમોરની જ્હોન હોપકિન્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. તે પહેલા જૂન 2018માં તેમને સારવાર માટે સિંગાપોર પણ લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કંગાળ પાકિસ્તાનની મદદે સાઉદી અરબ, બેંકમાં ડિપોઝિટ કર્યા 2 અબજ ડોલર