ટ્રેન્ડિંગનેશનલવિશેષ

SIT કરાવશે પ્રજ્વલ રેવન્નાનો પોટેન્સી ટેસ્ટ, આ ટેસ્ટ શું છે, તેની જરૂર કેમ પડી?

Text To Speech

બેંગલુરુ, 31 મે : ઘણી મહિલાઓ પર જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહેલા સસ્પેન્ડેડ JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાને શુક્રવારે કડક સુરક્ષા વચ્ચે મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહિલા પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ રેવન્નાને અહીંની બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રજ્વલ સામેના આરોપોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ શુક્રવારે વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેની ધરપકડ કરી હતી.

પોટેન્સી ટેસ્ટ કરવામાં આવશે

SIT સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિક, જર્મનીથી આવેલા 33 વર્ષીય સાંસદને પૂછપરછ માટે CID ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. SIT પ્રજ્વલ પર પોટેન્સી ટેસ્ટ કરાવવાનું પણ વિચારી રહી છે. બળાત્કારનો આરોપી પીડિતા પર યૌન શોષણ કરવા સક્ષમ છે કે નહીં તે જાણવા માટે પોટેન્સી ટેસ્ટ કરવામાં આવે છે.

પ્રજ્વલ સામે ત્રણ કેસ નોંધાયેલા છે

દેવેગૌડાના પૌત્ર અને હાસન લોકસભા સીટ પરથી BJP-JD(S) ગઠબંધનના ઉમેદવાર પ્રજવલ પર અનેક મહિલાઓના જાતીય શોષણના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ યૌન શોષણના નોંધાયેલા છે.

એ વાત જાણીતી છે કે 26 એપ્રિલના રોજ હાસન લોકસભા સીટની ચૂંટણી બાદ આરોપી પ્રજ્વલ બીજા જ દિવસે વિદેશ ભાગી ગયો હતો. આ પછી કર્ણાટક પોલીસે તેને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર પાસે માંગ કરી હતી, ત્યારબાદ ઇન્ટરપોલની મદદ માંગ્યા બાદ તેની સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.

દાદાએ ચેતવણી આપી હતી

ઘણા દિવસો સુધી મૌન રહ્યા પછી, દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ પણ પ્રજ્વલને ભારત પાછા ફરવા અને તપાસનો સામનો કરવા અથવા તેના ક્રોધનો સામનો કરવાની ચેતવણી આપી હતી. આ પછી આરોપીએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તે 31 મેના રોજ પરત આવશે અને તપાસમાં સહયોગ કરશે.

આ પણ વાંચો : આસ્થા પર ભારે ગરમીની અસરઃ અયોધ્યામાં રામલલાના ભક્તોની સંખ્યામાં બે ગણો ઘટાડો

Back to top button