ટ્રેન્ડિંગનેશનલ

મણિપુર હિંસાની તપાસ કરશે SIT, અથડામણમાં 100 લોકોના થયા હતા મોત

Text To Speech

 HD નેશનલ ડેસ્કઃ CBI એ શુક્રવારે (9 જૂન) ના રોજ DIG રેન્કના અધિકારી હેઠળ મણિપુરમાં હિંસાની તપાસ કર વા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. સીબીઆઈ અધિકારીએ કહ્યું કે અમે કેસમાં નોંધાયેલી 6 એફઆઈઆરની તપાસ કરીશું. જેમાંથી પાંચ ગુનાહિત કાવતરાના છે અને એક સામાન્ય કાવતરાનો કેસ છે.  હકીકતમાં, આ એ જ છ ફરિયાદો છે જેના વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે સીબીઆઈ તેમની તપાસ કરશે. શાહ 29 મેના રોજ મણિપુર આવ્યા હતા. આ પછી તેમણે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ, કુકી, મેઇતેઇ સમુદાય અને અન્ય લોકો સાથે અલગ-અલગ સમયે બેઠકો યોજી હતી.

આદિવાસી એકતા કૂચઃ ભૂતકાળમાં, રાજ્યમાં અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો મેળવવાની મેઇટી સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ ‘આદિવાસી એકતા કૂચ’ કાઢવામાં આવી હતી, પરંતુ તે પછી હિંસક અથડામણો શરૂ થઈ હતી. હિંસામાં ઘણા લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા, લોકો માર્યા ગયા અને ઘણા લોકો બેઘર થયા. આ અથડામણમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે અને 310 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, 37,450 લોકો હાલમાં 272 રાહત શિબિરોમાં રહે છે.

રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સેનાઃ ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મણિપુરમાં મેઈતેઈ સમુદાયની વસ્તી 53 ટકા છે અને તે મુખ્યત્વે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયો 40 ટકા વસ્તી ધરાવે છે અને મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે. રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સેના અને આસામ રાઈફલ્સના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ CBIએ ઓડિશા ટ્રેન અકસ્માતની તપાસ કરી શરૂ, મૃતદેહની ઓળખ માટે હવે આ રસ્તો અપનાવાશે

Back to top button