મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં SITના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
મોરબી દુર્ઘનાને લઈને મોટો ખુલાસો થયો છે. મોરબી ઝુલતા પુલ તૂટવાની દૂર્ઘટના કેસમાં SITનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે ઓરેવા કંપની ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ કરારમાં સહી કરનારા હતા. ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. પરંતુ જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ લેવામાં આવી ન હતી, એટલુ જ નહી આ કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો ન હોતો મુકાયો.
જનરલ બોર્ડની પૂર્વ સંમતિ લેવામાં આવી ન હતી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) સમગ્ર તપાસ કરી રહી છે. ત્યારે તાજેતરમાં આ મુદ્દો SITનો પ્રિલીમીનરી રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. પરંતુ તેમાં જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ લેવામાં આવી ન હતી, અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો મુકવામાં આવ્યો નહોતો. આ કરારમાં ઓરેવા કંપની ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ કરારમાં સહી કરનારા હતા.
49 માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. તેમજ રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટિંગ કરાયું નહોતું . તેમજ 49 માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા. જેના પરથી ખ્યાલ આવે છે કે આ વાયરો પુલ તૂટ્યો તે પહેલાંના જ તૂટી ગયેલા હતા. બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા હતા. તેમજ નવા સસ્પેન્ડર ની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા. આમ ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.
આ પણ વાંચો : અમદાવાદના વાહન ચાલકો માટે મહત્વના સમાચાર, આ 16 નિયમો તોડ્યા તો ઘરે આવશે ઈ-મેમો