ટ્રેન્ડિંગમનોરંજન

સુશાંતની વરસી પર બહેન શ્વેતાએ ઈમોશનલ પોસ્ટ શેર કરી, જુઓ ફોટા-વીડિયો

  • બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ તેના સ્વર્ગસ્થ ભાઈ સુશાંતની વરસી નિમિત્તે તેની યાદમાં અનેક પોસ્ટ્સ શેર કરી છે, જેને વાંચીને કોઈપણ ભાવુક થઈ જશે

14 જૂન, મુંબઈઃ આજથી ચાર વર્ષ પહેલા એટલે કે 14 જૂન 2024ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતની લાશ મુંબઈના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. અભિનેતાના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે, પરંતુ અભિનેતા હજી પણ તેના ચાહકોના હૃદયમાં જીવંત છે. ચાહકો આજે પણ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરે છે. આજે સુશાંત સિંહ રાજપૂતની ચોથી પુણ્યતિથિ છે, તેથી ફરી એકવાર અભિનેતાના ચાહકો તેના માટે પોસ્ટ શેર કરી રહ્યા છે.  બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ તેના સ્વર્ગસ્થ ભાઈ સુશાંતની વરસી નિમિત્તે તેની યાદમાં અનેક પોસ્ટ્સ શેર કરી છે, જેને વાંચીને કોઈપણ ભાવુક થઈ જશે.

ભાઈ સુશાંતની યાદમાં શ્વેતાની ઇમોશનલ પોસ્ટ

શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેના ભાઈના મૃત્યુને લઈને સવાલ ઉઠાવ્યા છે. કેટલીક તસવીરો અને વીડિયો શેર કરતાં શ્વેતાએ લખ્યું છે કે ભાઈ, તું અમને છોડીને ગયો તેને 4 વર્ષ થઈ ગયા છે અને અમને હજુ પણ ખબર નથી કે 14 જૂન, 2020ના રોજ શું થયું હતું. તારું મૃત્યુ હજુ પણ અમારા માટે એક રહસ્ય છે. હું નિઃસહાય અનુભવું છું અને સત્તાવાળાઓને સમક્ષ સત્ય માટે ઘણી વખત અપીલ કરી ચુકી છું. હું મારી ધીરજ ગુમાવી રહી છું અને હાર માની રહી છું, પરંતુ આજે છેલ્લી વાર, હું દરેકને પૂછવા માંગુ છું કે જે આ બાબતમાં મદદ કરી શકે, તમારા હૃદય પર હાથ રાખો અને તમારી જાતને પૂછો, શું અમે એ જાણવાને લાયક નથી કે અમારા ભાઈ સુશાંત સાથે શું થયું? આ એક રાજકીય એજન્ડા કેમ બની ગયો છે?

શ્વેતાએ આગળ લખ્યું છે કે…

શ્વેતાએ આગળ લખ્યું છે કે એ વાત એટલી સીધી કેમ ન બની શકે કે એ દિવસે શું મળ્યું, શું માનવામાં આવે છે અને શું થયું હતું? મહેરબાની કરીને હું વિનંતી કરુ છુ કે અને એક પરિવાર તરીકે આગળ વધવામાં મદદ કરો. અમને એ ક્લોઝર આપો જેના અમે હકદાર છીએ. શ્વેતાના વીડિયો પર અનેક યૂઝર્સે રિએક્શન્સ આપ્યા છે અને ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ કરી છે.

સુશાંતના પિતા દુઃખી દેખાયા

શ્વેતાએ આ પોસ્ટ સાથે સુશાંતની બહેનો સાથેની કેટલીક ખાસ પળો શેર કરી છે. તેની સાથે એક વીડિયો પણ છે, જેમાં દિવંગત અભિનેતાના પિતા નિરાશ થઈને ખુરશી પર બેઠેલા જોવા મળે છે. આ સિવાય શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતની યાદમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ક્યાંક તે તેના ભત્રીજા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે, ક્યાંક તે પોતાના સપનાને પાના પર ઉતારતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક તે સેટ પર બેઠેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

Back to top button