ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં મામાની કારથી જ ભાણી કચડાઇ, ઘર આંગણે રમી રહેલી બાળકી પર કાર ફરી વળી

Text To Speech

સુરતમાં સગા મામાની કાર નીચે ભાણી ચગદાતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ઘરના આંગણામાં રમતી બાળકી તેના મામાની ગાડી નીચે ચગદાઈ જતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના રહેલા લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સુરતમાં સગા મામાની કારે ભાણીને કચડી

સુરતના ગોડાદરામાં કારચાલકે આંગણે રમતી બાળકને કચડી નાંખી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ હ્રદય હચમચાવી દેતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જાણકરી મુજબ અકસ્માતની આ ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં બની છે. ગોડાદરાના શિવસાગર રેસીડેન્સીમાં કારચાલકે ઘર આંગણે રમતી બાળકીને કચડી નાંખી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બાળકીનું મોત નિપજ્યું છે.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરિવારની નજર સામે જ હસતી-રમતી બાળકીનું મોત થઈ જતા શોક છવાઈ ગયો હતો.

મામા વિરુદ્ધ નોંધાયો ગુનો

સુરતમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણકરી મુજબ સુરતના ગડોદરા વિસ્તારમાં ઘર આગળ રમી રહેલી બાળકી કૌટુંબિકની જ કાર નીચે જ કચડાઈ જતા તેનું દર્દનાક મોત નિપજ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : કચ્છ : લિફ્ટ આપીને વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસના સકંજામાં

Back to top button