સર, મૈં ગુટકા ચબા રહા હૂંઃ કોર્ટમાં સુનાવણી દરમિયાન જોવા મળ્યું વરવું દૃશ્ય


HD ન્યુઝ ડેસ્ક, 4 મે: આજકાલ તો કોર્ટની કાર્યવાહીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ યુટ્યુબ અથવા અન્ય ઑનલાઈન માધ્યમ દ્વારા કોર્ટમાં ચાલતી કાર્યવાહી લાઈવ જોઈ શકે છે. આ સુવિધા સિસ્ટમમાં એક પારદર્શિતા આપે છે. પણ ક્યારેક-ક્યારેક કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં કેટલીક એવી બાબતો સામે આવી જતી હોય છે જે હાલઆ વીડિયોમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાંં દલીલ કરતા વકીલને જોઈને જજ અચાનાક લાલઘુમ થઈ જાય છે.
જુઓ અહીં આ વીડિયોમાં
Kalesh b/w a Lawyer and Judge inside Court over Eating Gutkha
pic.twitter.com/uhhlvEyyIn— Ghar Ke Kalesh (@gharkekalesh) May 4, 2024
વકીલ પર લાલઘુમ થયા જજ સાહેબ
આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કોર્ટમાં ચાલી રહેલી કાર્યાવાહીમાં જજ સાહેબનું ધ્યાન અચાનક દલીલ કરી રહેલા વકીલના મોં પર જતા પૂછ્યું કે, તમે શું ચાવી રહ્યા છો? વકીલ સાહેબ આ પ્રશ્ન સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે. કોઈ જવાબ ન મળતા જજ સાહેબે ફરી પૂછ્યું, ક્યા આપ અદાલત મેં પાન ચાવી રહ્યા છો. વકીલ સાહેબ જવાબ આપવા માટે વિચાર કરે છે ત્યારે ફરીવાર કહ્યું કે, “શું તમે બબલ ગમ ચાવી રહ્યા છો?” આ પછી પર વકીલ જવાબ આપતા બોલે છે, ના સાહેબ, હું ગુટખા ચાવું છું.
વાયરલ વીડિયોમાં લોકો કરી રહ્યા છે રમુજી કોમેન્ટ્સ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Gkekalesh દ્વારા શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને લાખો લોકોએ જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. જેમાં એક લખ્યું છે કે, કોર્ટમાં પણ જુબાની આપવા આવેલા વકીલની હિંમત તો જુઓ. જ્યારે બીજાએ લખ્યું કે એવું લાગે છે કે વકીલ સાહેબ કાનપુરના રહેવાસી છે.
આ પણ વાંચો:‘વડાપાવ ગર્લ’ની ધરપકડના વાયરલ વીડિયોમાં કેટલું સત્ય?, પોલીસે જણાવી હકીકત