- સિંગતેલના ભાવમાં ફરી એક વખત તોતિંગ વધારો
- 15 કિલો ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચીં ગયો
- આગામી સમયમાં સિંગતેલનો ભાવ3200 રૂપિયાએ પહોંચે તેવી શક્યતા
મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી એક વખત વઘારો થયો છે. સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે.જેથી સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચીં ગયો છે.
સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 3 હજાર
દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે. જેના કારણે મધ્યમ તેમજ ગરીબ વર્ગને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયુ છે. એક બાદ એક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. , સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચ્યો છે.
આ કારણે વધ્યા ભાવ
મહત્વનું છે કે એક તરફ સિંગતેલના 15 કિલાના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચ્યો છે.જ્યારે કપાસિયા તેલના ભાવમાં 15 કિલોએ 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.ત્યારે વેપારીઓના મતે આગામી સમયમાં સિંગતેલ 3200 રૂપિયાએ પહોંચે તેવી શક્યતા રહેલી છે.હાલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે. પરંતુ પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. આ સાથે બજારમાં સિંગતેલની માંગ પણ વધી છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો : કોરોનાનો નવો XBB.1.16.1 નામનો બીજો પ્રકાર સામે આવ્યો, નવ રાજ્યોમાં 116 કેસ નોંધાયા