ગુજરાત

લગ્નની સીઝન વચ્ચે ફરી વખત સિંગતેલના ભાવમાં ભડકો, જાણો હવે કેટલામાં પડશે ડબ્બો

Text To Speech

રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે માંઠા સમાચાર સામે આવ્યા છે. સતત વધી રહેલી મોંધવારી વચ્ચે સીંગતેલના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. સીંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. જેથી હવે સામાન્ય માણસનો સિંગતેલ ખાવુ મોંઘુ પડી જશે.

સિંગતેલના ભાવમા વધારો

રાજ્યમા આજે ફરી ઐએક વાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બાનો ભાવ 2860થી વધીને રૂ.2960 થયા છે. જેના કારણે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ડામ પડવા જઈ રહ્યો છે. જો કે સીંગતેલ સિવાય અન્ય તેલના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

સિંગતેલના ભાવ-HUMDEKHENGENEWS

ભાવ વધવાનું કારણ

સિંગતેલના ભાવ વધારો થવાનુ કારણ જણાવતા વેપારીઓ જણાવે છે કે હાલ મગફળી અને કપાસની આવક યાર્ડમાં ખુબ જ ઓછી છે.તેમજ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. જેના કારણે સીંગતેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

 આ પણ વાંચો : The Kerala Story: ક્યાંક પ્રતિબંધ તો ક્યાક ટેક્સ ફ્રી , જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ અને ફિલ્મને કેવો મળ્યો પ્રતિસાદ

Back to top button