ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે સિંગતેલ હવે સપનું બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે. સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં ફરી રૂ. 40/- નો વધારો થયો છે એટલે સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 થી 3100 રૂપિયા સુધી પહોંચવા આવ્યો. ભાવ વધવાથી સિંગતેલના વપરાશમાં ઘટાડો થાય તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. કારણ કે જે ઘરની માસિક આવક 20 હજાર જેટલી હોય તેઓ આ મોંઘવારીમાં આટલો મોંગો તેલનો ડબ્બો ન લઈ શકે એટલે તેવા ગ્રાહકો હવે સિંગતેલના બદલે અન્ય ખાદ્ય તેલ વાપરવા મજબૂર બનશે.
આ પણ વાંચો : સતત ત્રીજા દિવસે પણ ખાદ્ય તેલના ભાવમાં વધારો, સિંગતેલનો ભાવ રુ. 3000ને પાર
2 – 4 ટન મગફળીની આવકમાં થોડો ઘટાડો થતાં જ સરકારે સીધું ભારણ સામન્ય જનતા પર નાખી દીધું. એકતરફ ભરોસાની ભાજપ સરકાર વિકાસ તો ભરપૂર કરી રહી છે પણ નબળા વિપક્ષને લીધે આજે સામાન્ય લોકો આ પીડાનો ભોગ બની રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના થોડા ભાવ વધતાં આંદોલન પર ઉતારવા વળી ભાજપ સરકાર આજે ગરીબો અને મધ્યમ વર્ગને ભારણ સિવાય કઈ આપતી ન હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં બે દિવસમાં તોતિંગ વધારો, જાણો હવે કેટલામાં પડશે તેલનો ડબ્બો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સતત સિંગતેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયા બાદ ફરી આજે 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે સામાન્ય નગરિકોમાં મધ્યમ વર્ગીય અને ગરીબ આ ભારણનો હસતા મોઢે સ્વીકારવા મજબૂર બન્યો છે.