ગુજરાત

સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ

Text To Speech

વધતી જતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી એક વાર ભડકો થયો છે. માત્ર એક સપ્તાહમાં જ સિંગતેલના ભાવમાં 75 રુપિયા સુધીનો વધારો થયો છે.

સિંગતેલના ભાવમાં ફરી વધારો

હાલ વધતી જતી મોંઘવારીએ લોકોનું બજેટ ખોરવ્યું છે. ત છેલ્લા કેટલાક સમયથી શાકભાજી, ખાદ્યતેન, કઠોળ સહિતની ચીજવસ્તુઓના ભાવ આસમા આંબી રહ્યા છે. ત્યારે આ વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ઝટકો પડવા જઈ રહ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી વાર વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો થયો છે.માત્ર એક સપ્તાહમાં જ સિંગતેલના ભાવમાં 75 રુપિયા સુધીનો વધારો ઝીંકાયો છે.

જાણો ડબ્બાનો નવો ભાવ

આમ સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો થતા હવે ડબ્બાનો નવો ભાવ 2890 થી 2940 રૂપિયા થયો છે. મહત્વનું છે કે હવે શ્રાવણના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે આ તહેવારો શરુ થતા પહેલા જ સિંગતેલના ભાવમાં વધાકો ઝીંકાઈ રહ્યો છે. અને સિંગતેલના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.

આ પણ વાંચો : સુરત સચિન GIDCમાં દુર્ઘટના,કન્સ્ટ્રક્શન સાઈટ પર દીવાલ ધરાશાયી થતા ચાર શ્રમિકો દબાયા

Back to top button