ટ્રેન્ડિંગમનોરંજન

કમાણીની રેસમાં ‘સિંઘમ અગેઈન’ ‘ભૂલ ભૂલૈયા-3’ કરતા આગળ નીકળી ગઈ

  • બે મોટી ફિલ્મો ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભુલૈયા 3’એ પ્રથમ વીકેન્ડ ટેસ્ટ પાસ કરી છે. જોરદાર નફો કરતી બંને ફિલ્મોએ 100 કરોડની કમાણીનો આંકડો વટાવી લીધો છે

4 નવેમ્બર, મુંબઈઃ દિવાળીના એક દિવસ પછી એટલે કે ગયા શુક્રવારે બોલિવૂડની બે મોટી ફિલ્મો ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભુલૈયા 3’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. એવું માનવામાં આવતું હતું કે દિવાળીના વીકએન્ડને કારણે તેને બમ્પર ઓપનિંગ મળશે. અને થયું પણ એવું જ. બંનેએ પહેલા દિવસે જ સારી શરૂઆત કરી હતી. હવે બંને ફિલ્મોની રિલીઝને 3 દિવસ થઈ ગયા છે.

બંને ફિલ્મોએ પ્રથમ વીકેન્ડ ટેસ્ટ પાસ કરી છે. જોરદાર નફો કરતી બંને ફિલ્મોએ 100 કરોડની કમાણીનો આંકડો વટાવી લીધો છે. બંને વીકેન્ડની કસોટીમાંથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ કમાણીના મામલામાં અજય દેવગનની ફિલ્મ કાર્તિક આર્યનની ફિલ્મ કરતા ઘણી આગળ નીકળી ગઈ છે, જેનો પીછો કરવો હવે ખૂબ જ મુશ્કેલ બનશે.

‘સિંઘમ અગેઈન’ની કમાણી

સેકનિલ્કના ડેટા અનુસાર, ‘સિંઘમ અગેઇન’ એ તેના પ્રથમ 2 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતમાં અંદાજિત 86 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે પણ આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ભીડ ઉમટી હતી અને રવિવારના અંદાજિત આંકડા સામે આવ્યા છે. ફિલ્મે અત્યાર સુધીમાં અંદાજે 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રારંભિક આંકડા છે, તેમાં લગભગ પાંચથી સાત કરોડનો વધારો થતો જોવા મળશે. અત્યાર સુધીનો કુલ આંકડો 121 કરોડ રૂપિયા છે.

ફર્સ્ટ વીકેન્ડમાં 'સિંઘમ અગેઈન' 'ભૂલ ભૂલૈયા-3' કરતા કમાણીની રેસમાં આગળ hum dekhenge news

ભૂલ ભુલૈયા 3’ની કમાણી

સેકનિલ્કના ડેટા અનુસાર, કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ એ તેના પ્રથમ 2 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. અને અંદાજે 72.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ભૂલ ભૂલૈયા 3’નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ લગભગ 33.5 કરોડ રૂપિયા રહ્યું છે. આ આંકડામાં એકથી ત્રણ કરોડનો વધારો જોવા મળી શકે છે. માનવામાં આવે છે કે કાર્તિકની ફિલ્મ ત્રીજા દિવસે 40 કરોડનો આંકડો પાર કરી શકશે નહીં. જો આપણે કુલ કલેક્શન પર નજર કરીએ તો તે 106 કરોડની નજીક છે.

હાલમાં બંનેની કમાણી પર નજર કરીએ તો ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલ ભુલૈયા’ વચ્ચે જોરદાર સ્પર્ધા છે, પરંતુ ‘સિંઘમ અગેઇન’ 15-17 કરોડ રૂપિયાની વધુ કમાણી કરીને રેસમાં આગળ છે. બંને ફિલ્મોને મોટી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હોવાનો ખાસ ફાયદો મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ આર્થિક સંકડામણમાં કન્નડના જાણીતા ફિલ્મ દિગ્દર્શક ગુરુપ્રસાદનો આપઘાત

Back to top button