ચૂંટણી 2022નેશનલ

પંજાબી સિંગર મૂસેવાલા હત્યા કેસઃ સીટિંગ જજની અધ્યક્ષતામાં થશે તપાસ

Text To Speech

પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે પંજાબના સીએમ ભગવંત માને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયે માહિતી આપી હતી કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ લોકોને ખાતરી આપી હતી કે આ જઘન્ય અપરાધ કરનાર આરોપીઓ ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ હશે. આ સિવાય ભગવંત માને સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા ઘટાડવાના નિર્ણય મુદ્દે પણ તપાસના આદેશ આપ્યા છે.

ફાઈલ તસવીર

બીજી તરફ, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે STF અને પંજાબ પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને શિમલા બાયપાસ નયા ગાંવ ચોકી વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી તેના સાગરિતો સાથે હેમકુંડ યાત્રામાં નીકળ્યો હતો. પંજાબના માનસામાં રવિવારે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની 30 ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી.

ફાઈલ તસવીર

કોણ છે પંજાબ સિંગર મૂસેવાલા?
પંજાબમાં જેના અવાજના જાદુથી લોકોનું માથું ઉંચકાયું, સંગીત ક્ષેત્રે એક યુવા સિંગરે માત્ર પંજાબમાં જ નહીં પરંતુ વિશ્વમાં ધૂમ મચાવી, તે સિંગરનો અવાજ કાયમ માટે શાંત થઈ ગયો. પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાએ 30 વર્ષથી ઓછી ઉંમરમાં દુનિયા છોડી દીધી છે.

ફાઈલ તસવીર

28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલા માનસા જિલ્લાના રહેવાસી હતા. તેમનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું. તેમણે કેનેડામાં અભ્યાસ કર્યો હતો. કેનેડાથી પરત ફરી સિંગિંગ શરૂ કર્યું હતું. આ સિવાય સિંગર સિદ્ધુએ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી.

Back to top button