ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘હમ રહે યા ના રહે કલ, કલ યાદ આયેંગે યે પલ…’, દુનિયાને અલવિદા કહ્યાના થોડા સમય પહેલાનો વીડિયો

Text To Speech

સિને જગતે એક સિતારો ગુમાવ્યો છે. માત્ર કે હિન્દી કે અન્ય કોઈ ભાષા નહીં પણ ભાષાના તમામ અવરોધોને પાર કરી વિવિધ ભાષાઓના ગીત ગાઈ સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર કે.કે તરીકે જાણીતા સિંગર કૃષ્ણકુમાર કુન્નાથે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે. મંગળવારની રાત્રે કોલકાતામાં યોજાયેલા એક મ્યુઝિક કોન્સર્ટમાં પર્ફોમ કરતા-કરતા કે.કેને હાર્ટ અટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યું.

અલવિદા કહ્યા પહેલાનો અંતિમ વીડિયો
બુધવારે યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટનો વીડિયો સિંગરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેમાં કે.કેએ તેમનું વન ઓફ ધ બેસ્ટ ‘હમ રહે યા ના રહે કલ, કલ યાદ આયેંગે યે પલ…’ સોન્ગ પર્ફોમ કર્યું હતું. આ સોન્ગ પછી હાર્ટ અટેક આવતા સિંગરે અંતિમ શ્વાસ લીધા હતા

કે.કેની અંતિમ કોન્સર્ટનો વીડિયો વાયરલ
સિંગર કે.કેના મોતના સમાચાર સાંભળી તેમના ચાહકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ચાહકો સોશિયલ મીડિયા પર કે.કેના અલગ-અલગ સોન્ગ મૂકી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમાં, કે.કેના અંતિમ કોન્સર્ટનો વીડિયો ચાહકો વધુ વાયરલ કરી રહ્યા છે. જ્યારથી સિંગરનું નિધન થયું છે ત્યારથી તેના ચાહકો શોક વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

53 વર્ષીય કેકે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળી સહિત અનેક ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. તેણે ફિલ્મ ‘કાઈટ્સ’માં ‘ઝિંદગી દો પલ કી’, ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં ‘આંખો મેં તેરી’, ‘બચના એ હસીનો’માં ‘ખુદા જાને’,’હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મમાં ‘તડપ તડપ’જેવા ગીતોથી એક અલગ ઓળખ બનાવી હતી.

Back to top button