ટ્રેન્ડિંગમનોરંજનમીડિયાવર્લ્ડ

સિંગર સાથે એરપોર્ટ પર ગેરવર્તણુક થઈ, રડતાં રડતાં આપવીતી જણાવી

HD ન્યૂઝ ડેસ્ક – 18 ઑગસ્ટ :  પ્રખ્યાત અમેરિકન સિંગર બેબે રેક્સા સાથે થયેલી ગેરવર્તૂણક અંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર રડતાં-રડતાં વીડિયો બનાવ્યો છે કે, એરપોર્ટ પર તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. રેક્સાએ એમ પણ કહ્યું કે તેણે સુરક્ષા એજન્ટ સાથે અલ્બેનિયનમાં વાત કરતાં તેને ધમકી આપવામાં આવી હતી અને તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી તેને ભારે આઘાત લાગ્યો છે. રેક્સાએ તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા જણાવ્યું કે તેણે લુફ્થાંસા એરલાઇન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સિંગરે રડતાં રડતાં અનુભવ શેર કર્યો

સિંગર બેબે રેક્સાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું, ‘@lufthansa મને મ્યુનિક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકી આપવામાં આવી છે કારણ કે મેં અલ્બેનિયન ભાષામાં સિક્યુરિટી એજન્ટ સાથે વાત કરી હતી. મને લાગ્યું કે તે અલ્બેનિયન છે. જ્યારે મેં તેને પૂછ્યું કે હું મારી ટિકિટ ક્યાંથી મેળવી શકું છું, તો તેણે મને ધમકાવી અને ફ્લાઈટમાં મુસાફરી કરવાની મનાઈ કરી, મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણ કે હું અલ્બેનિયન છું.

મને માનસિક ત્રાસ આપ્યો

રેક્સાએ એરલાઈનની ઘોર નિંદા કરતાં કહ્યું કે, ‘મારી સાથે જે વર્તૂંણક થઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર કોઈ મહિલાએ મને સપોર્ટ પણ કર્યો ન હતો.

મીડિયા અહેવાર અનુસાર આ ઘટના મ્યુનિક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હોવાનું કહેવાય છે. બ્રુકલિનમાં જન્મેલી સિંગર બેબે રેક્સા અલ્બેનિયન ભાષા બોલે છે. સિંગરના પિતા ડેબર એટલે કે ઉત્તર મેસેડોનિયાના છે, જ્યાં લોકો મેસેડોનિયન અને અલ્બેનિયન ભાષા જ બોલે છે. બીજી તરફ, ઘટનાની માહિતી સામે આવ્યા પછી, લુફ્થાન્સાના પ્રવક્તાએ કહ્યું કે તેઓસિંગરના સંપર્કમાં છે અને ઘટના વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને યોગ્ય પગલાં લેવામાં આવશે.

સોશિયલ મીડિયા યુઝર્સ સમર્થનમાં આવ્યા

સિંગરનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેના સમર્થનમાં આવ્યા છે. આ દરમિયાન એક યુઝરે લખ્યું, ‘બેબે રેક્સા સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. હંમેશા તેનો અનાદર જ કરવામાં આવે છે. લોકોએ તેનું સન્માન કરવું જોઈએ.’ તેની સાથે આમ કરવાનું બંધ કરો.’ અન્ય યુઝરે લખ્યું, ‘હે ભગવાન! આ રાષ્ટ્રીય ખજાનાની રક્ષાતો કરો. તેની સાથે ખોટું ન કરો.’ આ રીતે વિવિધ રીતે યુઝર્સ સિંગરને સમર્થન આપી રહ્યા છે.

આ પણ વાંચો : અમેરિકાની સરકારી સિક્યોરિટીઝમાં ભારતનું રોકાણ વધ્યું, જાણો કાયા દેશે કર્યું છે સૌથી વધુ રોકાણ

Back to top button