ટ્રાવેલનેશનલ

સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી બન્યો, જાણો ભારતનો ક્રમ

  • 2023નો સૌથી પાવરફુલ પાસપોર્ટ સિંગાપોરનો
  • ભારતનો પાસપોર્ટ 80મા ક્રમે છે
  • વિશ્વનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ પાકિસ્તાનનો છે

હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટમાં સિંગાપુરને સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ છે. આ પહેલા જાપાનનો પાસપોર્ટ સતત પાંચ વર્ષ સુધી સૌથી શક્તિશાળી હતો. જો કે, આ વખતની જાહેર કરવામાં આવેલી યાદીમાં સિંગાપોરનો પાસપોર્ટને શક્તિશાળી ગણાવવામાં આવતા હવે આ દેશના નાગરિક 192 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. જો કે, આ યાદીમાં ભારતની વાત કરીએ તો આ રેન્કિંગમાં ભારત 80માં સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે ભારતનો રેન્ક 87મો હતો. જેથી ભારતીય નાગરિકો 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. જ્યારે, પાકિસ્તાનના પાસપોર્ટનું રેન્કિંગ 100મું છે. પાકિસ્તાની નાગરિકો માત્ર 33 દેશોમાં જ વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે.

પાસપોર્ટ-humdekhengenews

વર્ષમાં બે વખત આ ઈન્ડેક્સ જાહેર કરાય છે

મહત્વનું છે કે,આ રેન્કિંગ વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં ઈન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. હેનલી પાસપોર્ટ વિઝા ઈન્ડેક્સની વેબસાઈટ મુજબ – રીયલ ટાઈમ ડેટા આખા વર્ષ દરમિયાન અપડેટ કરવામાં આવે છે. વિઝા પોલિસીમાં ફેરફારને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ડેટા ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પાસેથી લેવામાં આવે છે. આ રેન્કિંગ દેશના પાસપોર્ટ ધારક અગાઉના વિઝા મેળવ્યા વિના કેટલા અન્ય દેશોમાં મુસાફરી કરી શકે છે તેના પર આધારિત છે. આ માટે તેણે અગાઉથી વિઝા લેવાની જરૂર નહીં પડે.

પાંચ વર્ષ પ્રથમ સ્થાને આવતું જાપાન આ વખતે ત્રીજા સ્થાન પર પહોંચ્યું

સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ બની ગયો છે. જ્યારે બીજા સ્થાને જર્મની, ઈટાલી અને સ્પેન હતા. અહીંના નાગરિકો વિઝા વિના 190 દેશોમાં પ્રવાસ કરી શકે છે. જાપાન છેલ્લા 5 વર્ષથી સૌથી પાવરફુલ પાસપોર્ટના પ્રથમ સ્થાન પર રહ્યા બાદ આ વર્ષે ત્રીજા સ્થાને સરકી ગયું છે. દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્સમબર્ગ અને સ્વીડન પણ ત્રીજા સ્થાને છે. રેન્કિંગમાં અમેરિકાનો પાસપોર્ટ 8મા અને બ્રિટનનો પાસપોર્ટ ચોથા ક્રમે છે.

 આ પણ વાંચો : ઉત્તરાખંડમાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે બ્લાસ્ટ, વિજ કરંટ લાગતા પોલીસ કર્મીઓ સહિત 15ના મોત

Back to top button