આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતીય નાગરિકની હત્યા કરનાર ચીની અપરાધીને સિંગાપોરે ફટકારી સજા

Text To Speech

ભારતીયને મારી નાખતા ચાઈનીઝ નાગરીકને સિંગાપોરની અદાલતે લાકડીથી 12 ફટકા મારવાની સજા સંભળાવી હતી

 સિંગાપોર, 26 એપ્રિલ:  ચાઇના નાગરિકે સિંગાપોરમાં એક ભારતીય મૂળના એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ કેસમાં સિંગાપોરની અદાલતે ચાઈનીઝ મૂળના સિંગાપુરી નાગરિકને ભારતીયમૂળના નાગરીકની હત્યાના કેસમાં દોષી ઠેરવીને આજીવન કારાવાસ અને લાકડીથી 12 ફટકા મારવાની સજા સંભળાવી હતી. ચીની મૂળના નાગરિકે 2019માં એક નાઈટક્લબની બહાર થયેલા ઝગડામાં ભારતીય મૂળના નાગરિકની હત્યા કરી નાંખી હતી.

નોટી ગર્લ ક્લબની બહાર હત્યા કરાઈ

ટીવી સમાચાર ચેનલ ન્યૂઝ એશિયાની રિપોર્ટ પ્રમાણે, અભિયોજન પક્ષે મૃત્યુદંડ સજાની માંગ નહોતી કરી. જ્યારે સિંગાપુરમાં હત્યાના ગુનામાં સજા ફાંસીની સજા કે આજીવન કારવાસ આપવામાં આવે છે. આ ઘટના જુલાઈ 2019માં ઓર્ચાર્ડ રોડ પરની  હોટેલ અને પર્યટકોના ગઢ ગણાતા વિસ્તારમાં નૉટી ગર્લ ક્લબની બહાર થઈ હતી.

ગળામાં ચાકૂ મારીને કરી હત્યા

32 વર્ષ થવા આવેલાદોષી ટેન સેન યાંગ જૂલાઈ 2019માં કલ્બની બહાર થયેલા ઝગડા દરમિયાન 31 વર્ષીય સતીષ નોએલ ગોબિદાસની હત્યામાં દોષી સાબિત થયો હતો. ટેન સહિત સાત લોકો પર શરુમાં પહેલા સામાન્ય ઈરાદાથી હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઝગડા દરમિયાન ગળા પર ચાકૂ મારતાં સતીશનું મૃત્યુ થયું હતું.

ભારતીય વ્યક્તિને 20 વર્ષની સજા કરાઈ

જોકે ઉલેખ્ખનીય છે કે, ભારતીય મૂળના એક વિવાહીત વ્યક્તિને તાજેતરમાં જ સિંગાપુરમાં બદઈરાદાથી કરાયેલી હત્યામાં દોષી ઠરાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિને કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી હતી. દોષી વ્યક્તિએ અન્ય પુરુષો સાથેના સંબંધોથી ગુસ્સે ભરાઈને પોતાની પ્રેમિકાને ધક્કો માર્યો હતો. જેનાથી તેની પ્રેમિકાને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ પામી હતી. દોષિત ઠરેલા આ વ્યક્તિનું નામ કૃષ્ણન છે. કૃષ્ણને તેની પ્રેમિકા પર મારપીટ પણ કરી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં ચિમ્પાઝીઓ માણસ ઉપર હાવી થઈ રહ્યા છે! જાણો શું છે સમગ્ર મામલો

Back to top button