આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહિલાને ફ્રી સિમ કાર્ડ કચરાપેટીમાં ફેંકવાનું ભારે પડ્યું, બિલ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ

Text To Speech

સિંગાપોર, તા. 17 માર્ચ, 2025: ફ્રીમાં મળેલી કેટલીક વસ્તુઓ ફેંકી દેવાનું ક્યારેક મોંઘુ પડી શકે છે. સિંગાપોરમાં રહેતી એક મહિલાને ફ્રી સિમ કાર્ડ કચરાપેટીમાં ફેંકવાનું ભારે પડ્યું હતું. કોઈ ગઠીયાએ તેનો મદદથી 60,000ની ખરીદી કરી લીધી હતી. આ બિલ જોઈને મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

શું છે મામલો

સિંગાપોરમાં રહેતી એક 73 વર્ષીય મહિલાએ વુડલેન્ડ્સના કોઝવે પોઈન્ટ ખાતે M1 સ્ટોરમાંથી નવી હોમ બ્રોડબેન્ડ સેવા ખરીદી હતી. તેમને 500 એમબી ડેટા સાથેનું મફત સિમ કાર્ડ આપવામાં આવ્યું હતું. મહિલા પહેલાથી જ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહી હતી. તેને નવા મફત સિમની જરૂર નહોતી. જેથી તેણે દુકાનદારને પરત લઈ લેવા જણાવ્યું હતું.

મહિલાની પુત્રીએ કહ્યું, તેની માતાએ દુકાનદારને મફત સિમ કાર્ડ નથી જોઈતું તેમ કહ્યું હતું ત્યારે તેણે તેને સિમ ફેંકી દેવાની સલાહ આપી. વૃદ્ધ મહિલાએ સિમ કાર્ડ કચરાપેટીમાં ફેંકી દીધું. આ પછી જે થયું તે આશ્ચર્યજનક છે. મહિલાને સિમ કાર્ડનું બિલ મળ્યું, જેમાં લખ્યું હતું કે તેણે 68 જીબી ડેટાનો ઉપયોગ કર્યો છે. આ માટે 695 ડોલર એટલે કે લગભગ 60 હજાર રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું હતું.

આ પરિવારને તેમણે કચરાપેટીમાં ફેંકી દીધેલું સિમ કાર્ડ કોઈએ ઉપાડી લીધું હતું અને તેનો દુરુપયોગ કર્યો હોવાની આશંકા છે. મહિલાની પુત્રીએ કહ્યું છે કે તેની માતા પાસે પહેલેથી જ સિમ કાર્ડ હતું. તેમને બીજું સિમ ચલાવવામાં મુશ્કેલી પડી હોત. તેને નવા સિમની જરૂર નહોતી, તેથી તેણે સિમ ફેંકી દીધું હતું.

આ પણ વાંચોઃ IPL 2025: કેટલો ભવ્ય હશે આ વખતનો ક્રિકેટોત્સવનો ઉદ્દઘાટન સમારંભ? જાણો

Back to top button