રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં તૈનાત DySPની અચાનક બદલી કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત પાંચ DySPની અચાનક બદલી કરી દેવામાં આવી છે. હાલ આ તમામ DySPની જગ્યા પર બીજા પાંચ હથિયારધારી DySPની નિમણૂક કરવામાં આવી છે.મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત આ અધિકારીઓને હાલ કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી એટલે કે આ તમામ અધિકારીઓને હાલ કોઈ જગ્યાએ નિમણૂક આપવામાં આવી નથી. હાલ આ બદલી કરેલ અધિકારીઓને અન્ય કોઈ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી.
આ સમાચાર હમણાં બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, અમે તેને વધુ અપડેટ કરી રહ્યા છીએ……..