ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ એક સાથે 18 IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.IAS અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.તે ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયના અધિક સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે રેવન્યૂ વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ કુમાર દાસને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યાં છે.