મોડ્યુલર કિચનની ટ્રોલીને સાફ કરવા માટે અપનાવો આ સરળ ઉપાય


- મોડ્યુલર કીચનને સાફ કરવુ અઘરુ પણ છે અને સરળ પણ
- જો ધ્યાન ન રાખવામાં આવે તો ટ્રોલીમાં કાટ થઇ શકે છે
- તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો
મોડ્યુલર કિચનમાં બનેલી કેબિનેટ બહારથી જેટલી સુંદર દેખાય છે, એટલી જ ઝડપથી અંદરથી ગંદા પણ થઈ જાય છે. ખાસ કરીને જો તમે વાસણોને ધોયા પછી લુછ્યા વગર તેમાં રાખો છો તો તેમાં ગંદકી અને કાટ ઉપરાંત ફૂગ પણ થઇ જાય છે. તેથી તેની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
આવી સ્થિતિમાં, અમે તમને અહીં એવી રીતો જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે વાસણની ટ્રોલીને વર્ષો સુધી ડાઘ-ધબ્બાથી બચાવીને સરસ રીતે ચમકાવી શકો છો
રસોડાની ટ્રોલી કેટલા દિવસે સાફ કરવી જોઈએ?
રસોડામાં લાગેલી વાસણોની ટ્રોલી તમે મહિનામાં એક વખત સાફ કરીને તેની ચમક જાળવી શકો છો. જો કે, ચોમાસાની ઋતુમાં તેને વધુ સફાઈની જરૂર પડે છે.
આ વસ્તુથી દૂર કરો ટ્રોલી પર જામેલો મેલ
કિચનની ટ્રોલી પર જમા થયેલો મેલ ખૂબ જ ચીકણો હોય છે, તેથી તેને સાફ કરવા માટે, એક બાઉલમાં 1 ચમચી મીઠું, ખાવાનો સોડા, ડીશવોશિંગ લિક્વિડ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે ટ્રોલીને સ્ક્રબરથી સાફ કરો. આનાથી ગંદકીની સાથે કાટના ડાઘા પણ થોડા જ સમયમાં દૂર થઈ જશે. તમે સ્ક્રબરને બદલે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. યાદ રાખો કે ટ્રોલીમાં પાણીનું એક ટીપું પણ ન હોવું જોઈએ. નહીંતો તે કાટની સમસ્યામાં વધારો કરી શકે છે.
સ્ટીલ કિચનની ટ્રોલી ચાંદીની જેમ ચમકશે
ટ્રોલીની ગંદકી સાફ કર્યા પછી, તમે તેની ચમક વધારવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે, ટ્રોલીને સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી, એક કોટનમાં નારિયેળ તેલના થોડા ટીપાં નાખો અને તેને આખી ટ્રોલી પર લગાવો. તેનાથી ઝડપથી કાટ લાગશે નહીં અને ટ્રોલીની ચમક પણ વધશે. તમે નારિયેળ તેલને બદલે સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ લગાવ્યા પછી, ટ્રોલીને લગભગ 1 કલાક માટે ખુલ્લી રાખી દો.
આ બાબતોનું રાખો ધ્યાન
ટ્રોલીમાં ક્યારેય ભીના વાસણો ન રાખો
ભીના કપડાથી લૂછ્યા પછી ટ્રોલીને સૂકવવા માટે ખુલ્લી રાખો.
ભેજવાળા વાતાવરણમાં દરરોજ ટ્રોલીને સૂકા કપડાથી સાફ કરો
આ પણ વાંચોઃવાસ્તુ મુજબ કેલેન્ડરનો પ્રયોગ કરશો તો વધશે સકારાત્મક ઉર્જા