ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદી અને મારી કામગીરીની સ્ટાઈલમાં સમાનતાઃ અજિત પવાર

  • મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કાકા સાથે છેડો ફાડવા સહિત વિવિધ રાજકીય સમીકરણ પત્ર દ્વારા સમજાવ્યા

મહારાષ્ટ્ર, 26 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે રવિવારે રાત્રે એક પત્ર સોશિયલ મીડિયામાં શેર કરીને પક્ષ બદલવા અને ભાજપ અને શિવસેના સાથે હાથ મિલાવવાનું સમગ્ર કારણ જણાવ્યું છે, NCP ચીફ અજિત પવારે આ પત્ર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, ‘મારી કામ કરવાની રીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવી જ છે.’ નામ લીધા વિના, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘વડીલોનો અનાદર કરવાનો તેમનો કોઈ ઇરાદો ન હતો.’

પત્રમાં અજિત પવારે પીએ મોદીના વખાણ કર્યા

NCP નેતા અજિત પવારના ખુલ્લા પત્ર અનુસાર, તેમણે લખ્યું કે, ‘PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ દેશમાં થઈ રહેલા વિકાસ કાર્યો મને મહત્વપૂર્ણ લાગે છે. મને તેમનું નેતૃત્વ અને દેશ માટે યોગ્ય નિર્ણયો લેવાના પગલાં ગમે છે, કારણ કે મારી કામ કરવાની રીત અને તેમની રીત મોટા ભાગની સરખી જ છે. એમને કામ પ્રત્યે વધુ પ્રેમ છે અને મને લાગ્યું કે તેમની સાથે (PM અને ગૃહ પ્રધાન) હું મારી ભાવિ વિકાસ યોજનાઓને પાયાના સ્તરે અસરકારક રીતે અમલમાં મૂકી શકીશ. મહારાષ્ટ્રના વિકાસ માટે મેં આ ગઠબંધનમાં મારી ભૂમિકા નક્કી કરી છે અને અમે સત્તામાં આવ્યા પછી વિકાસના કામને વેગ મળ્યો છે.

  • મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે તેમનો નિર્ણય પાર્ટીની દગો આપવાનો નહીં, પરંતુ મહારાષ્ટ્રના લોકોને તમામ મૂળભૂત સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો છે

 

તેમણે આ પત્ર રવિવારે બારામતીમાં ખેડૂતોની રેલીને સંબોધિત કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ રેલીમાં તેમણે કહ્યું કે ભારતના મોટા ભાગના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માંગે છે અને મહારાષ્ટ્રના શાસક ગઠબંધનમાં દરેક વ્યક્તિ આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે.

જુલાઈ 2023માં અજિત પવાર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં જોડાયા

અજિત પવાર જુલાઈ 2023માં NCPના 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. રાજ્યમાં આ રાજકીય વિકાસ પછી શરદ પવાર જૂથે સ્પીકર પાસે પક્ષ તોડનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે 15 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર ચુકાદો આપતાં અજીતના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું હતું અને તેમના જૂથના એક પણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા ન હતા.

આ પણ વાંચો: ચૂંટણી પંચ બાદ હવે વિધાનસભા સ્પીકરે પણ અજિત પવાર જૂથને સાચું NCP ગણાવ્યું

આ પણ વાંચો: EDના 7મા સમન્સ પર પણ કેજરીવાલ હાજર નહીં થાય, AAPએ કહ્યું : રોજ સમન્સ મોકલવાને બદલે..

Back to top button