બિઝનેસ

ચાંદીમાં મોટો ઘટાડો, સોનું રૂ.321 સસ્તું થયું

Text To Speech

જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં સોમવારે ભારતીય માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. 10 ગ્રામ સોનાના ભાવ 51,270 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. હવે તે 60,745 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

જાણો આજે શું છે સોનાનો ભાવ?
ભારતીય માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ 321 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 51,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય માર્કેટમાં સોનું 51,591 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આજે ચાંદી કેટલી પહોંચી?
ભારતીય માર્કેટમાં ચાંદીની કિંમત 874 રૂપિયા ઘટીને 60,745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય માર્કેટમાં ચાંદી 61,619 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોનાના નવા ભાવ કેવી રીતે જાણી શકાય?
તમને જણાવી દઈએ કે, આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

નાણાકીય વર્ષ 22 માં જ્વેલરીની નિકાસ 55 ટકા વધી
વર્ષ 2021-22માં જ્વેલરીની નિકાસ વધી છે અને પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં લગભગ 55 ટકા વધીને $39.15 બિલિયન થઈ છે. ઇન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ જણાવ્યું હતું કે, 2020-21માં જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ $25.40 બિલિયન રહી હતી.

Back to top button