બિઝનેસવર્લ્ડ

સિલિકોન વેલી બેંક : આ બેંકોમાંથી SVBના તારણહાર હશે, જાણો સમગ્ર વિગત

અમેરિકાની સિલિકોન વેલી બેંકના પતનથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો અને તેની અસર ટેક કંપની સહિત ઘણી બેંકને થયું હતું. આ બેંકના ડૂબવાથી વિશ્વવ્યાપી આર્થિક સંકટ સર્જાયું હતું. તમને જણાવી દઈએ કે અમેરિકાની આ 16મિ સૌથી મોટી બેંક હતી અને તે વિશ્વની ટેક કંપની અને સ્ટાર્ટઅપ કંપનીઓને આર્થિક મદદ કરવા લોન પૂરી પાડતી હતી. પરંતુ તેનું પતન થવાથી વૈશ્વિક બેંકિંગ કટોકટી જોવા મળી હતી. સિલિકોન વેલી બેંક માટે બે બેંકોએ બોલીઓ કરી છે એટલે કે તેને ખરીદવાની તીયારી બતાવી છે.

આ બે બેંકોએ ખરીદવાની તૈયારી બતાવી

આખી દુનિયા માટે બેંકિંગ કટોકટી શરૂ કરનાર અમેરિકાની સિલિકોન વેલી બેંકનો તારણહાર કોણ હશે કોણ તેને ઉગારશે ? અમેરિકાની માત્ર બે પ્રાદેશિક બેંકો, વેલી નેશનલ બેંકકોર્પ (Valley National BankCorp) અને ફર્સ્ટ સિટીઝન્સ બેંકશેર્સે(First Citizens BancShares) તેને ખરીદવામાં રસ દર્શાવ્યો છે.

આ પણ વાંચો : એક અઠવાડિયામાં અમેરિકાની ત્રણ બેંકોને તાળાં લાગ્યાં, જાણો કેમ આવું થયું ?

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે વેલી નેશનલ બેન્કોર્પ (Valley National BankCorp) અને ફર્સ્ટ સિટિઝન્સ બેન્કશેરે (First Citizens BancShares) સિલિકોન વેલી બેન્ક માટે અલગ-અલગ બોલીઓ જમા કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે બંને બેંકોએ શુક્રવારની સમયમર્યાદા પહેલા ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC)ને તેમની બોલીઓ જમા કરી હતી.

ટૂંક સમયમાં મોટો નિર્ણય થઇ શકે છે

સિલિકોન વેલી બેંક માટે બોલીઓ મંગાવવાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે FDIC ટૂંક સમયમાં એક બેંકની બોલી પસંદ કરીને આગળની પ્રક્રિયા શરૂ કરશે. સિલિકોન વેલી બેંકના વેચાણની પ્રક્રિયા આ અઠવાડિયાના અંતમાં શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો : સિલિકોન વેલી બેંકના પતનની અસર ભારતીય શેરબજારમાં, એક જ દિવસમાં 4 લાખ કરોડનું નુકસાન

જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. બીજીબાજુ, FDIC સિલિકોન વેલી બેંકને તેના નિયંત્રણ હેઠળ રાખવાનો વિકલ્પ પણ અપનાવી શકે છે અથવા અન્ય કોઈ વિકલ્પ પણ પસંદ કરી શકે છે. સિલિકોન વેલી બેંકના પતન પછી, FDIC એ તેના પર નિયંત્રણ મેળવ્યું.

બ્લૂમબર્ગના રિપોર્ટ

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ સમગ્ર સમાચાર પર ફર્સ્ટ સિટિઝન્સ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તે કહે છે કે તે બજારના મૂલ્યાંકન અથવા અનુમાનો પર ટિપ્પણી કરતો નથી. બીજીબાજુ, વેલી નેશનલ બેંક અને FDICએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો : સિલિકોન વેલી બેંકના મામલે ભારતમાં સંજય લીલા ભણસાલી વચ્ચે નીકળ્યું કનેક્શન

2008 પછી સૌથી મોટી બેંકિંગ કટોકટી

સિલિકોન વેલી બેંક એ મુખ્યત્વે અમેરિકામા બેંક સ્ટાર્ટઅપ્સ ફંડિંગ કરવાનું છે. વળી, અહી કેટલાક સાહસિક મૂડીવાદીઓના નાણાં પણ તેમાં જમા છે. સિલિકોન વેલી બેંકનું ડૂબવું એ 2008ની વૈશ્વિક આર્થિક કટોકટી પછી અમેરિકામાં કોઈ મોટી બેંકના ડૂબવાની આ પ્રથમ ઘટના છે. જેની અસર અન્ય બેંકો પર પણ પડી હતી.

Back to top button