ક્રિકેટ જગતમાં સન્નાટો: યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના સામે પોલીસ ફરિયાદ
- કમિટીએ આ વીડિયો સામે વાંધો વ્યક્ત કર્યો છે
- ખેલાડીઓ સામે એફઆઈઆર થઇ છે
- નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ક્રિકેટ જગતમાં સન્નાટો છવાયો છે. જેમાં યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં WCL 2024માં ભારતીય ખેલાડીઓને જીતની ઉજવણી ભારે પડી છે. તેમજ પેરાલિમ્પિક સમિતિએ પણ વાંધો ઉઠાવ્યો છે. T20 વર્લ્ડકપ જીત્યા બાદ ભારતે વધુ એક ટ્રોફી જીતી લીધી છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ બાદ ટીમના ખેલાડીઓને ઉજવણી કરવી ભારે પડી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાંથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો
કમિટીએ આ વીડિયો સામે વાંધો વ્યક્ત કર્યો છે
યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના તૌબા-તૌબા ગીત પર ડાન્સ કરવા લાગ્યા હતા. પરંતુ હવે આ ડાન્સના સ્ટેપ્સને લઈને વિવાદ વકર્યો છે. હાલમાં જ હરભજન સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં યુવરાજ સિંહ પહેલા એન્ટ્રી કરે છે. યુવી બંને પગ લંગડાતો ગેટની અંદર આવે છે. આ પછી ભજ્જી અને રૈના પણ આવી જ એક્શન કરવા લાગે છે. જો કે તે વિકી કૌશલના સ્ટેપ્સ ફોલો કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સ્ટેપ્સ વિવાદનું કારણ બની રહ્યા છે. આને દિવ્યાંગોનું અપમાન કહેવામાં આવી રહ્યું છે. ભારતની પેરાલિમ્પિક સમિતિએ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. કમિટીએ આ વીડિયો સામે વાંધો વ્યક્ત કર્યો છે અને ખેલાડીઓને માફી માંગવા કહ્યું છે.
Cricket Legends Reunite: Captain on “Tauba Tauba” with Indian Champions#CricketGully #TeamIndia #WCL2024 #YuvrajSingh #HarbhajanSingh #SureshRaina #GurkeeratMann pic.twitter.com/NbFoICnr4F
— CRICX (@CRICX_in) July 14, 2024
ખેલાડીઓ સામે એફઆઈઆર
વરિષ્ઠ ખેલાડીઓ સામે હવે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ખેલાડીઓ જ્યાં જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એક ગીત પર ડાન્સ કરવાની જગ્યાએ તેઓ લંગડાતા અને દિવ્યાંગની જેમ નકલ કરતાં કરતાં દેખાયા હતા. ત્યારે હરભજને આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે 15 દિવસ સુધી લેજન્ડ્સ ક્રિકેટ રમ્યા બાદ મારું શરીર થાકી ગયું છે.આ વીડિયોને કારણે દિવ્યાંગોને ભારે ઝટકો લાગ્યો હતો અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવી ગયું હતું. ભારતની પ્રખ્યાત પેરા એથ્લેટ માનસી જોશીએ આ ખેલાડીઓને ફટકાર લગાવતા કહ્યું કે પોલિયોથી પીડિત વિકલાંગ લોકોની આ રીતે મજાક ઉડાવવી એ સારી વાત નથી. આ સિવાય ભારતીય પેરાલિમ્પિક સંઘે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ખેલાડીઓને ઠપકો આપ્યો હતો.
નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
હવે આ મામલે વિકલાંગ લોકો માટે કામ કરતી સંસ્થા ‘નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ’ (NCPEDP) એ ક્રિકેટરો સામે નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા સામે પણ આવો વીડિયો પોસ્ટ કરવાની પરવાનગી આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2024
હરભજન સિંહે માફી માંગી
હરભજન સિંહે મામલાની ગંભીરતા સમજતા સોશિયલ મીડિયા પરથી વીડિયો ડિલીટ કરી દીધો છે. અને માફી પણ માંગી હતી. “હું ઇંગ્લેન્ડમાં ચેમ્પિયનશિપ જીત્યા પછી સોશિયલ મીડિયા પર અમારા તાજેતરના વીડિયો વિશે ફરિયાદ કરી રહેલા લોકોને સ્પષ્ટ કરવા માંગુ છું. અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા. અમે દરેક વ્યક્તિ અને સમુદાયનું સન્માન કરીએ છીએ. આ વીડિયો માત્ર 15 દિવસ સુધી સતત ક્રિકેટ રમ્યા બાદ અમારા શરીરને થતા દુખાવાને પ્રતિબિંબિત કરવા માટે હતો. અમે કોઈને ઉશ્કેરવાનો કે અપમાન કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા. તેમ છતાં જો લોકોને લાગે કે મેં કંઈ ખોટું કર્યું છે. હું બધા મને માફી માગું છું.