ટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડામાં જાહેરમાં શીખ પિતા અને પુત્રની ગોળી મારીને હત્યા

Text To Speech

કેનેડા: એડમોન્ટનમાં એક શીખ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેને ગુરુવારે શોપિંગ પ્લાઝામાં ગેસ સ્ટેશનની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંનેના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. મળતી માહિતી મુજબ આ ઘટના બ્રિટિશ કોલંબિયામાં ગેંગ વોરના કારણે બની હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે હોસ્પિટલમાં બંનેને મૃત જાહેર કરાયાં હતાં.

પોલીસનું કહેવું છે કે માર્યો ગયો વ્યક્તિ ઉપ્પલ બ્રધર્સ કીપર્સ નામની ગેંગનો સભ્ય હતો. હુમલાખોરો તેની હરીફ ગેંગના હતા. મૃતકનું નામ હરપ્રીત સિંહ ઉપ્પલ જણાવવામાં આવ્યું છે.  અગાઉ, ઑક્ટોબર 2022માં ઉપ્પલ પર હુમલો કરાયો હતો. ત્યારે એ સમયે તેનો જીવ માંડ-માંડ બચ્યો હતો. પોલીસે કહ્યું કે આ ટાર્ગેટ કિલિંગ છે. શહેરના પ્રીમિયર ડેનિયલ સ્મિથે આ હત્યા અંગે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, આ રીતે એક સગીરની ક્રૂર હત્યાથી હું દુખી છું.

પોલીસે જણાવ્યું હતું કે ઉપ્પલને મારી નાખવાના ઈરાદે પીછો કરવામાં આવ્યો હતો અને એવું જ થયું હતું. પોલીસે જણાવ્યું કે યુવક અને તેના પુત્ર વિશે અમને હજુ સુધી ખબર નથી અને તેમને શા માટે ટાર્ગેટ કરાયા છે. જો કે, મૃતકે 2013માં ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં 15 મહિનાની જેલની સજા ભોગવી હતા. તે કોકેઈન રાખવા અને દાણચોરીના આરોપમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો હતો. ભૂતકાળમાં તેના પર હથિયાર વડે હુમલો અને બંદૂકના ગેરકાયદેસર કબજાનો પણ આરોપ મૂકાયો હતો.

આ પણ વાંચો: અમેરિકામાં સુરક્ષિત નથી ભારતીયો : એક જ દિવસમાં પાંચ ભારતીયોની હત્યા

Back to top button