કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતબિઝનેસવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

જૂનાગઢ : ત્રણ શિક્ષિત ગ્રામીણ યુવકોએ મધ ઉછેર કેન્દ્ર શરૂ કરી 200KGનું ઉત્પાદન મેળવ્યું

Text To Speech
આજના આધુનિક યુગમાં ગામડાઓ ખાલી થઇ રહયા છે, યુવાનો પરંપરાગત ખેતી –  પશુપાલન છોડીને શહેરમાં સ્થળાંતરીત થતાં રહેતા હોય છે. શિક્ષિત યુવાનો શહેરમાં નોકરીઓ કરતા હોય છે. ત્યારે એક ઉલટી ગંગા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં જોવા મળી છે. જ્યાં ત્રણ યુવકો મેહુલ સાપરા (આઇટીઆઇ વાયરમેન, ઉમર ૨૧ વર્ષ), દીપ જારસાણિયા (એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએટ, ઉમર ૨૧) અને જતીન સોલંકી (એગ્રીકલ્ચરમાં પોસ્ટ ગ્રેજયુએટ, ઉમર ૨૭ વર્ષ) કે જેઓ શિક્ષિત છે. તેઓએ પોતાની પરંપરાગત ખેતીને જ વ્યવસાય તરીકે અપનાવી છે.
140 પેટી ઇઝરાયેલી મધપુડા વસાવી મધ એકત્ર કર્યું, પરંપરાગત ખેતી પણ કરી
ત્રણેયે પોતાના ખેતરોને આધુનિક કરવા ઉપરાંત મધ ઉછેર કેન્દ્ર પણ શરૂ કર્યુ. જેમાં તેઓ ઇઝરાયેલી મધમાખીને ૧૪૦ પેટી (મધપુડા)ઓ વસાવીને આધુનિક પધ્ધતિથી મધ એકત્રિત કરવાનું કાર્ય કરે છે. તેઓએ છેલ્લા છ માસમાં ૨૦૦ કિલોથી પણ વધુ મધ એકત્રિત કર્યુ છે. આ ઉપરાંત મેહુલ સાપરા (7 વિધા જમીન), દીપ જારસણિયા (૨૦ વિધા જમીન) અને જતીન સોલંકી (૨૨ વિધા જમીન)માં ડ્રીપ ઇરીગેશન, ટ્રેકટર વગેરે આધુનિક સાધનો વાપરીને ખેતી કરે છે.
ઇઝરાયેલી મધમાખી દેશી માખી કરતાં મોટી હોવાથી મધ એકત્ર કરવાની ક્ષમતા પણ વધુ
ઇઝરાયેલી મધમાખી દેશી માખી કરતાં મોટી હોઇ છે અને તે દેશી માખીની તુલનાએ વધુ મધ એકત્રિત કરવાની ક્ષમતા ધરાવતી હોય છે. આ માખીઓ  દેશી માખીઓની જેમ ઝુંડમાં કરડતી નથી પરંતુ સિંગલ સિંગલ કરડે છે. મધપૂડામાંથી મધ એકત્રિત કરતી વખતે માખીના ડંખને તો ભોગ બની જવાતો જ હોય છે.
મળવા પાત્ર સરકારી સહાય માટે પણ તેઓએ અરજી કરી
ત્રણેય મિત્રોએ મળીને છ મહિના પહેલા ઇઝરાયેલી મધમાખીની ૧૪૦ પેટીઓ વસાવ્યા બાદ તેમાં મળવા પાત્ર સરકારી સહાય માટે પણ તેઓએ અરજી કરેલી છે. એક પેટી રૂ. ૪ હજારની આવે છે. મધપૂડાની એક પેટી દીઠ આશરે રૂ.૨૦૦૦ જેટલી સરકારી સહાય મળવા પાત્ર છે. આમ સરકાર દ્વારા પણ મધ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવી રહયુ છે.
ફલાવરીંગની સિઝનમાં મોટી માત્રામાં મધ એકત્રિત થાય
આવી ઇઝરાઇલની મધપુડાની પેટીમાં એક રાણી માખી, નર માખી અને બહોળા પ્રમાણમાં માદા માખીઓ હોય છે. રાણી માખી ઇંડા મૂકીને તેની પ્રજાતિમાં વધારો કરતી રહે છે. આ પેટીઓને ખેતરમાં રાખતા તેમાં ફલાવરીંગની સિઝનમાં મોટી માત્રામાં મધ એકત્રિત થાય છે.
ઇઝરાઇલની મધપુડાની પેટીમાં એક રાણી માખી જ રહે
એક પેટી દિઠ મહિને અંદાજે અઠીથી ત્રણ કિલો જેટલું મધ પ્રાપ્ત થાય છે. હાલમાં ચોમાસાની ઋતુમાં ફલાવરીંગ ઓછું થતું હોય ૧૪૦ ના બદલે ૪૪ પેટીઓ જ ખેતરોમાં રાખી છે. ઇઝરાઇલની મધપુડાની પેટીમાં એક રાણી માખી જ રહે છે ને તે ઇંડા મૂકીને બીજી માખીઓ પેદા કરે છે જો બીજી કોઈ રાણી માખી યુવાન થઈ જાય તો જૂની રાણી માખીને મારી નાખે છે અથવા નવી રાણી માખીએ પોતાનું નવું સ્થાન ગોતવું પડતું હોય છે. અમે બંને રાણી માખીને ભેગી નથી થવા દેતા તેમ દીપભાઈ વધુમાં જણાવે છે.
મધપૂડાની પેટીમાં રાણી માખીનો મધમાખીઓ ઉપર કાબુ 
પેટીમાંથી મધમાખીઓ ઊડી ને બીજે નથી જતી રહેતી એ વિશે દીપભાઈ કહે છે કે હા કેટલીક વાર ઉડીને જતી રહે પરંતુ જેમ આપણા ઘરમાં વડીલનું ચાલે તેમ મધપૂડાની પેટીમાં રાણી માખીનો મધમાખીઓ ઉપર કાબુ હોઈ છે. તેનાથી માખીઓ દૂર નથી જતી.
ઇઝરાયેલી મધ અભિનેત્રીઓ વધુ ઉપયોગ કરે છે 
આ મધમાંથી તે લોકો ગુલકંદ (મધ, વરિયાળી, ગુલાબનું મિશ્રણ) પણ બનાવે છે. ઉપરાંત આ જ મધમાંથી પેદા થતાં બીપોલન કે જે સ્ટેમીના પાઉડર મસલ્સ બનાવનારા લોકો જીમમાં ઉપયોગ કરતાં હોય છે. તેમજ આજ મધની બાય પ્રોડકટ રોયલ જેલી વ્યકિતની ત્વચાને હેલ્ધી (યુવાન) રાખે છે. અભિનેત્રીઓ એનો ઉપયોગ વધુ માત્રામાં કરતી હોય છે.
ત્રણેય મિત્રોના પરિવારની મહિલાઓ મધના પ્રોડક્ટને સખી મેળામાં વેચે છે
આ ત્રણેય મિત્રોના પરિવારની મહિલાઓ વંથલીમાં ગ્રેજયુએટ મંગલમ જૂથના ચાર વર્ષથી સભ્યો છે. અને આ સ્વસહાય જૂથની મહિલાઓ આ ત્રણેય યુવકના મધ, ગુલકંદ સહિતની પ્રોડકટનું વેચાણ જૂનાગઢમાં વંદે ગુજરાત અન્વયે યોજાયેલા સખી મેળામાં કરી રહયા છે. આ જૂથ સતત બીજી વખત હસ્તકલાના મેળામાં ભાગ લઇ રહયા છે.
સખી મેળા થકી ઉત્પાદન શહેરોમાં વેચાણનું સબળ માધ્યમ મળ્યુ
આ જૂથના એક સભ્ય મેનાબેન ચોટલિયાએ રાજય સરકાર દ્વારા યોજાતા આ સખી મેળા થકી અમને શહેરોમાં વેચાણનું સબળ માધ્યમ મળ્યુ હોવાનું સ્વીકાર્યુ હતું. મધમાખી ખેતરોમાં જેટલી વધુ હોઇ તેટલું પોલીનેશન વધારે થાય છે. જેથી ફુલનું પ્રોડકશન હેલ્ધી બને છે ઉપરાંત ઉત્પાદનમાં પણ વધારો થાય છે. અગાઉ યોજાયેલ મેળામાં તેઓની ૧૮૫ બોટલ મધની વેચાઇ હતી.
Back to top button