ગુજરાતમાં 3 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત, જાણો કયા છે વરસાદની આગાહી
- ગીર સોમનાથ અને બોટાદમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે
- અમદાવાદમાં પારો 40 ડિગ્રીને પાર જતા ગરમી વધી
- વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં 3 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જેમાં આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી છે. તથા 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ તથા છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ તેમજ તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
અમદાવાદમાં પારો 40 ડિગ્રીને પાર જતા ગરમી વધી
અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાઈ 40 ડિગ્રીને પાર નોંધાતા દિવસે ગરમી વધી હતી. આ સિવાય ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, કંડલામાં 40.3 ડિગ્રી, વિ.વિ.નગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40 અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં અત્યારે 38.2 ડિગ્રી તાપમાન નોધાવવુ જોઈએ એના બદલે 40.3 ડિગ્રી નોધાયુ છે, જે 2.1 ડિગ્રી વધુ નોંધાયુ છે.
વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી
18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી તથા 19 જૂને વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે
રવિવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે સાથે પ્રતિકલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના પણ સંકેતો અપાયાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તેમજ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં તથા ગીર સોમનાથમાં વરસાદી માહોલ રહેશે. બુધવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.