ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં થયા MOU,કંપની સાણંદ ખાતે રૂ.2,000 કરોડનું રોકાણ કરશે

  • સાણંદમાં બનનારો નવો પ્લાન્ટ 50,000 સ્ક્વેર મીટરમાં ફ્લાયેલો હશે
  • ગ્લોબલ કંપનીઓ માટે ગુજરાત પહેલાથી જ પસંદગીનું સ્થળ રહ્યું છે
  • રાજ્યના સાણંદ પ્લાન્ટમાંથી હેલ્થકેર ઉત્પાદનોની નિકાસ કરશે

ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં કંપનીએ MOU કર્યા છે. જેમાં કંપની સાણંદ ખાતે રૂ.2,000 કરોડનું રોકાણ કરશે. તેમાં P&G ગુજરાતમાં સાણંદ ખાતે રૂ.2,000 કરોડનું રોકાણ કરશે. તથા રાજ્યના સાણંદ પ્લાન્ટમાંથી હેલ્થકેર ઉત્પાદનોની નિકાસ કરશે. તેમજ કંપનીએ અત્યાર સુધીમાં રૂ. 8200 કરોડનું રોકાણ કરેલું છે.

આ પણ વાંચો: મેઘરાજાએ અમદાવાદને ઘમરોળી નાખ્યું, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ 

ગ્લોબલ કંપનીઓ માટે ગુજરાત પહેલાથી જ પસંદગીનું સ્થળ રહ્યું છે

ગ્લોબલ કંપનીઓ માટે ગુજરાત પહેલાથી જ પસંદગીનું સ્થળ રહ્યું છે. તાજેતરમાં અમેરિકાની ચીપ મેન્યુફ્ક્ચરિંગ કંપની માઈક્રોને ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં પર્સનલ હેલ્થકેર ઉત્પાદનો બનાવતી કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G)એ ગુજરાતમાં સાણંદમાં રૂ. 2000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને P&G CEO એલ. વી. વૈદ્યનાથન વચ્ચે આ રોકાણ અંગે કરાર થયા હતા. કંપનીનો એક પ્લાન્ટ સાણંદ ખાતે 2015થી કાર્યરત છે.

આ પણ વાંચો: 48 કલાક અત્યંત ભારે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી 

પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો નવો પ્લાન્ટ રાજ્ય અને દેશ માટે સીમાચિહનરૂપ

આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો નવો પ્લાન્ટ રાજ્ય અને દેશ માટે સીમાચિહનરૂપ સાબિત થશે. આ ઉત્પાદન પ્લાન્ટ નિકાસ હબ તરીકે કામ કરશે અને તેના કારણે સ્થાનિક લોકો માટે નવી તકો ઉભી થશે. કંપનીનું આ રોકાણ ગુજરાત સાથેનો તેમના લાંબાગાળાના સંબંધો સ્થાપિત કરશે. આપણા રાજ્યમાં તેમની કામગીરીનું વિસ્તરણ એ અપાર સંભાવનાઓ, તકો અને ઉદ્યોગને ગુજરાતે આપેલ સહકારનો પુરાવો છે.

સાણંદમાં બનનારો નવો પ્લાન્ટ 50,000 સ્ક્વેર મીટરમાં ફ્લાયેલો હશે

સાણંદમાં બનનારો નવો પ્લાન્ટ 50,000 સ્ક્વેર મીટરમાં ફ્લાયેલો હશે અને તેમાં હેલ્થકેર વેલનેસ પ્રોડકટ્સના ઉત્પાદન માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આવતા 2-3 વર્ષમાં પ્લાન્ટ કાર્યરત કરવાની યોજના છે. P&G ગુજરાત સહિત દેશભરમાં 8 પ્લાન્ટ આવેલા છે અને કંપનીએ અત્યાર સુધીમાં રૂ. 8200 કરોડનું રોકાણ કરેલું છે.

Back to top button