ગુજરાત

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાડાયું, ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સર્વિસ હાલ બંધ

Text To Speech

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે ભારે પવનની પણ આગાહી કરાઈ છે, ત્યારે ઓખાના બંદરે પણ ત્રણ નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યું છે. જયારે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ગઈકાલ સાંજથી બંધ કરી દેવાઈ છે.

જામનગર અને દેવભૂમ જિલ્લાના અમુક વિસ્તારોમાં રવિવારે રાત્રે ભારે પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો.જોકે,સોમવારે દિવસ દરમિયાન સમયાંતરે વેગીલા વાયરા સાથે મેઘાવી માહોલ છવાયેલો રહ્યો હતો.જે દરમિયાન જામનગર-દ્વારકાના તમામ બંદરો પર મોડી સાંજે ત્રણ નંબરનુ સિગ્નલ લગાડાયુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

જામજોધપુર ગ્રામ્યમાં વરસાદનો મુકામ, ધ્રાફામાં પોણા બે ઇંચ
શહેર-જિલ્લામાં રવિવારે સાંજે મેઘરાજાએ ગ્રામ્ય પંથકમાં હળવો-ભારે વરસાદ વરસાવ્યો હતો જેમાં સોમવારે સવારે 24 કલાક સુધીમાં જામજોધપુરના ધ્રાફામાં 45 મીમી, જામવાડી અને વાસંજાળીયામાં 20-20 મીમી, સમાણા,ધુનડા અને શેઠ વડાળામાં 10-10 મીમી અને પરડવામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ખરેડી ગામ ઉપરાંત મોટા ખડબા અને મોડપર પંથકમાં પણ અડધાથી પોણો ઇંચ સાથે અન્યત્ર હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

Back to top button