ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સિદ્ધુને એક વર્ષની જેલ થશે, જાણો- અરજી કરી શકશે અથવા તરત જ આત્મસમર્પણ કરવું પડશે

Text To Speech

સુપ્રિમ કોર્ટે નવજોતસિંધ સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી છે. 34 વર્ષ જૂના રોડરેજના કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રેસિડન્ટ નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે. સિદ્ધુએ કરેલા હુમલામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે. તે સમયે સિદ્ધુને 1 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી મુકવામાં આવ્યો હતો.

સિદ્ધુએ આજે જવું પડશે જેલમાં

સિદ્ધુની હવે ક્યાં તો ધરપકડ કરવામાં આવશે અથવા તો પછી તે સરન્ડર કરશે. પંજાબ પોલીસે આ મામલામાં કાયદાનું પાલન કરવું પડશે. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને સરેન્ડર કે ધરપકડ બાબતે કોઈ રોક આપી નથી. સિદ્ધુએ આજે જ જેલમાં જવું પડશે. સિદ્ધુને સજા કાપવા માટે પટિયાલા જેલમાં મોકલવામાં આવી શકે છે. સિદ્ધુ થોડીવાર પહેલા જ પટિયાલા સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા છે.

આ મામલામાં નવજોત સિદ્ધુની પ્રતિક્રિયા આવી ગઈ છે. તેમણે ટ્વિટ કર્યું કે ચુકાદો સ્વીકાર્ય છે.

સિદ્ધુ હાલ પટિયાલામાં છે. તે લીગલ ટીમ સાથે આગળના પગલાને લઈને ચર્ચા કરી શકે છે. જે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને સજા સંભળાવવામાં આવી રહી હતી, સિદ્ધુ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવો કરી રહ્યાં હતા. સિદ્ધુએ હાથી પર બેસીને દેખાવો કર્યા હતા. સપ્ટેમ્બર 2018માં તેમણે સજાની વિરુદ્ધ રિવ્યુ અરજી કરી હતી.

Back to top button