મનોરંજન

સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત ‘SYL’ YouTube પરથી હટાવાયું, 27 મિલિયનથી વધુ વ્યૂઝ

Text To Speech

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ રિલીઝ થયેલ તેનું છેલ્લું ગીત ‘સતલુજ-યમુના લિંક (SYL) હવે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube પરથી હટાવી દેવામાં આવ્યું છે. પંજાબના પાણીના મુદ્દા પર આ ગીત ‘સતલુજ-યમુના લિંક’ નહેર વિશે વાત કરે છે. જે પંજાબ અને હરિયાણા વચ્ચે લાંબા સમયથી વિવાદનો વિષય છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલા 29 મેના રોજ તેનો આ મ્યુઝિક વીડિયો પ્રોડ્યુસર MXRCI દ્વારા 23 જૂન શુક્રવારે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. જો કે, વીડિયોની લિંક પર ક્લિક કરતાં હવે એક મેસેજ દેખાય છે કે, સરકાર તરફથી કાનૂની ફરિયાદને કારણે આ સામગ્રી આ દેશના ડોમેન પર ઉપલબ્ધ નથી.

સિદ્ધુ મૂસેવાલાના ગીતના રિલીઝ પછી ‘SYL’ને યુટ્યુબ પર 27 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું હતું અને તેને 33 લાખ લાઇક્સ મળી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા કોંગ્રેસમાં સામેલ થયેલા મુસેવાલાની 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને સંગીત સમુદાયને હચમચાવી નાખ્યો હતો. ઘણા ભારતીય કલાકારોએ સોશિયલ મીડિયા પર મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપી હતી.

સિદ્ધુ મૂઝવાલાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે, તેના ચાહકોની કોઈ કમી નહોતી. આ કારણે તેના ચાહકો આજે પણ તેને યાદ કરે છે અને આજે પણ મૂસેવાલા વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

Back to top button