ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

સોશિયલ મીડિયા પર વાયરલ થયો સિદ્ધુ મૂસેવાલાનો હમશક્લ, લોકો કરી રહ્યા છે ફની કોમેન્ટ, જૂઓ વીડિયો

Text To Speech
  • સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેણે દરેકની આંખો ક્ષણભર માટે આશ્ચર્યચકિત કરી દીધી છે. વાયરલ વીડિયોમાં સિદ્ધુ મૂસેવાલાનો હમશક્લ જોવા મળ્યો

HD ન્યૂઝ ડેસ્ક, 12 જૂન: પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાને કોણ નહીં ઓળખતું હોય? આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો આજે પણ ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. લોકો આજે પણ સિદ્ધુ મૂસેવાલાના ગીતો સાંભળે છે. વર્ષ 2022 માં 29 મેના રોજ સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આ ઘટનાએ તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. હવે તમે વિચારતા હશો કે આજે આપણે અચાનક સિદ્ધુ મૂસેવાલા વિશે કેમ વાત કરી રહ્યા છીએ. તો અમે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સિદ્ધુનો હમશક્લ મળી આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોયા બાદ લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે થોડા સમય માટે મૂંઝવણમાં રહી જશો. વીડિયોમાં એક વ્યક્તિ પીળા કલરની ટી-શર્ટ અને માથા પર મરૂન રંગની પાઘડી પહેરેલો જોવા મળે છે. પરંતુ તમે તે વ્યક્તિના ચહેરા પર નજર કરશો તો તમે પણ ચોંકી જશો, કેમ કે તે વ્યક્તિનો ચહેરો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા જેવો જ દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

વીડિયો જોઈ લોકો કરી રહ્યા છે ફની કોમેન્ટ

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ghantaa નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સિદ્ધુ મૂસેવાલાનો હમશક્લ જોઈને દરેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ સિદ્ધુ કોઈ બીજો છે. અન્ય યુઝરે લખ્યું- સિદ્ધુ ગુસ્સેવાલા છે. ત્રીજા યુઝરે લખ્યું- 5.6 ફીટ મૂસેવાલા. ચોથા યુઝરે લખ્યું- આ મીશોથી આવેલો સિદ્ધુ મૂસેવાલા છે. જ્યારે એક યુઝરે લખ્યું- આ સિદ્ધુ મૂસેવાલાનું લાઇટ વર્ઝન છે.

આ પણ વાંચો: યુપીમાં ટોલના મુદ્દે ડ્રાઈવર થયો ગુસ્સે, બુલડોઝર વડે કરી તોડફોડ, શું છે સમગ્ર મામલો?

Back to top button