સિદ્ધુ મૂસેવાલાના પિતાનો આરોપ, ‘પંજાબ પોલીસ બાળકના કાયદાકીય દસ્તાવેજો માંગી રહી છે’
ચંદીગઢ (પંજાબ), 20 માર્ચ: સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા બલકૌર સિંહ અને ચરણ સિંહ તાજેતરમાં જ ફરીથી માતાપિતા બન્યા છે. ગાયકના પિતા બલકૌર સિંહે જણાવ્યું હતું કે તેમની પત્નીએ ભટિંડાની હોસ્પિટલમાં IVF દ્વારા પુત્રને જન્મ આપ્યો છે. હવે બલકૌર સિંહે પંજાબ સરકાર પર તેમના બાળકના જન્મને લઈને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.
View this post on Instagram
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને બલકૌર સિંહે પંજાબ સરકાર પર તેના બાળક અંગે સવાલો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં બલકૌર કહે છે, ‘વાહેગુરુના આશીર્વાદથી અમને અમારો શુભદીપ પાછો મળ્યો છે. પરંતુ સરકાર સવારથી મને બાળકના દસ્તાવેજો આપવાનું કહીને હેરાન કરી રહી છે.
‘તેઓ મને પૂછે છે કે શું આ બાળક કાયદેસર છે…’
સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે આગળ કહ્યું- ‘આ બાળક કાયદેસર છે તે સાબિત કરવા તેઓ મારી પૂછપરછ કરી રહ્યા છે. હું સરકારને, ખાસ કરીને મુખ્યમંત્રી ભગવંત માનને વિનંતી કરવા માંગુ છું કે, તમામ સારવારને સમાપ્ત કરવાની મંજૂરી આપે. હું અહીંનો જ રહેવાસી છું અને તમે મને જ્યાં પણ પૂછપરછ માટે બોલાવશે ત્યાં હું આવી જઈશ..મેં દરેક જગ્યાએ કાયદાનું પાલન કર્યું છે, જો તમે હજુ પણ માનતા નથી તો FIR દાખલ કરો અને મને જેલમાં ધકેલી દો.પછી તપાસ કરો. હું ખાતરી આપું છું કે તમામ કાયદાકીય દસ્તાવેજો બતાવ્યા પછી પણ મને નિર્દોષ છોડી દેવામાં આવશે.
આ પણ વાંચો: સિદ્ધુ મૂસેવાલાની માતાએ 58 વર્ષની વયે પુત્રને આપ્યો જન્મ, પિતાએ શેર કરી તસ્વીર