સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસઃ પોલીસ તપાસમાં કેટલા શૂટરોની ઓળખ?
પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસને લઈ સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી એચએસ ધાલીવાલે કહ્યું છે કે સ્પેશિયલ સેલની ટીમ આ કેસમાં સતત તપાસ કરી રહી છે. આ કેસમાં જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તે ખૂબ જ સંગઠિત રીતે કરવામાં આવ્યો હતો. ધાલીવાલના જણાવ્યા અનુસાર, આ હત્યામાં અન્ય એક શૂટરની ઓળખ થઈ છે, જેનું નામ વિક્રમ બ્રાર છે. જેને LOC સ્પેશિયલ સેલ દ્વારા ખોલવામાં આવ્યો હતો. અગાઉ જે 8 શૂટર્સના નામ બહાર આવ્યા હતા. તેમાંથી 4ની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે. મહાકાલની પૂછપરછમાં સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીને 3.50 લાખ આપ્યા હોવાનું બહાર આવ્યું છે. મહાકાલ દ્વારા 50 હજાર રૂપિયા મળ્યા હતા. શૂટરોને ગોઠવવાનું કામ વિક્રમ બ્રારે કર્યું હતું.
6 શૂટરોની ઓળખ
બોલીવુડ એક્ટર સલમાન ખાનને જે ધમકીભર્યો લેટર અપાયો હતો તે લેટરમાં પણ તેની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જૂન 2018ની આ ઘટનાને લઈ શૂટર પાસેથી સ્પ્રિંગ રાઈફલ મળી આવી હતી. સલમાન ખાનને થોડા સમય અગાઉ જ ધમકીભર્યો લેટર મળ્યો છે, હવે તેમાં કંઈ કહી શકાય તેમ નથી. સ્પેશિયલ સેલે 6 શૂટરોની ઓળખ કરી છે.
ચોરાયેલા વાહનની રેકી કરાઈ
પોલીસના જણાવ્યા અનુસાર, બે લોકોએ ચોરી કરેલ વાહન સાથે રેકી કરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ લોરેન્સને લઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર પોલીસના સતત સંપર્કમાં છે. પુણે પોલીસ લોરેન્સની પૂછપરછ કરી ચૂકી છે.