ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સિંગર મૂસેવાલાની હત્યાનો કોણ છે માસ્ટરમાઈન્ડ? દિલ્હી પોલીસનો મોટો ખુલાસો

Text To Speech

દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસો 29 મેના રોજ થયેલા સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળનો માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઈ જ છે. પોલીસે કહ્યું છે કે લોરેન્સ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતો હતો. પોલીસે દાવો કર્યો છે કે તેઓએ વિકી મુડુખેડાના હત્યારાઓને પણ પકડી લીધા છે. આ સાથે કબડ્ડી ખેલાડી સંદીપ નાંગરના હત્યારાઓ પણ ઝડપાઈ ગયા છે. પોલીસે કહ્યું છે કે “અમે મૂસેવાલાના હત્યારાઓને પણ જલ્દી પકડવા માંગીએ છીએ.”

 

5 આરોપીઓની ઓળખ
પોલીસે કહ્યું છે કે “મીડિયામાં શંકાસ્પદ વ્યક્તિના 8 ફોટા છે, અમે તેના પર કામ કર્યું છે. હત્યારાની ઓળખ એ પહેલું કામ હતું. અમે 5 આરોપીઓની ઓળખ કરી લીધી છે. પુણે પોલીસે એક શૂટરની ધરપકડ કરી છે. આ મામલે સિદ્ધેશ ઉર્ફે મહાકાલની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યામાં મહાકાલનો સહયોગી સામેલ હતો. બાકીના સહયોગીઓની પણ ધરપકડ કરીશું. મુંબઈ પોલીસ સલમાનના ઘરની બહાર લાગેલા ધમકી પત્ર પર કામ કરી રહી છે.”

કાતિલો સુધી પહોંચવા તપાસ તેજ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, “અમે અત્યારે આ લેટર કેસ અંગે વધુ માહિતી શેર કરી શકીએ તેમ નથી. તેમણે કહ્યું કે મૂસેવાલાની હત્યામાં સૌરભ મહાકાલ સામેલ નહોતો. તે શૂટર સાથે સંપર્કમાં હતો. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આરોપી મહાકાલ શૂટરનો સહયોગી છે. શૂટર સાથે મળીને અનેક ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. પોલીસે કહ્યું છે કે તેનો હેતુ શું હતો, અમે હાલ તેનો ખુલાસો કરી શકીએ તેમ નથી.”

Back to top button