કિયારા સાથે લગ્નની વાતો પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ તોડી ચુપકી ! જાણો- શું કહ્યું


બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી સાથે લગ્નનની વાતોને લઈને પણ લાઈમ લાઈટમાં છે. બંનેના લગ્નના ફંક્શનની તારીખોથી લઈને સ્થળ સુધીની માહિતી સામે આવી છે. હવે આ અહેવાલો પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રતિક્રિયા આપી છે.

લગ્નના સમાચાર પર સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રતિક્રિયા
કિયારા અડવાણી સાથેના લગ્નના સમાચાર પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, ‘મને લગ્નમાં કોઈએ આમંત્રણ આપ્યું નથી. મેં બધી વિગતો વાંચી છે, પછી મને જાતે જ ખબર પડી કે હું લગ્ન કરવા જઈ રહ્યો છું. આ પછી તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે લોકો તેની ફિલ્મો પર ધ્યાન આપે.
ફેબ્રુઆરીમાં સિદ્ધાર્થ અને કિયારા સાત ફેરા લેશે !
થોડા દિવસો પહેલા જાણવા મળ્યું હતું કે ‘સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત જેવા કાર્યક્રમો યોજાશે. 6 ફેબ્રુઆરીએ બંને જેસલમેર પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. કડક સુરક્ષા વચ્ચે આ એક શાનદાર ઈવેન્ટ હશે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મો
જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મિશન મજનૂ’માં તે જાસૂસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 20 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. અગાઉ તે ‘થેંક ગોડ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સાથે કામ કર્યું હતું. ‘મિશન મજનૂ’ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા એક્શન ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળશે. આ સિવાય, તેની વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ પણ પાઇપલાઇનમાં છે, જેનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે.