લાઈફસ્ટાઈલહેલ્થ
દારુ પીતા હોય તો આજથી જ છોડી દેજો, થઈ શકે છે આ બિમારીઓ
HD ન્યુઝ ડેસ્કઃ જો તમે આલ્કોહોલનું સેવન કરો છો તો તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આલ્કોહોલ પીવાથી તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. એમાં કોઈ શંકા નથી કે તમે ક્યારેક-ક્યારેક દારૂ પીતા હોવ કે દરરોજ, આલ્કોહોલ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમને પણ દારૂ પીવો ગમે છે તો આજે જાણો તેની પાંચ આડઅસર. ચાલો જાણીએ કે આલ્કોહોલનું સેવન તમારા શરીર પર શું અસર કરે છે.
- આલ્કોહોલ પીવાથી તમારા લીવર પર અસર થઈ શકે છે. લિવર શરીરમાંથી હાનિકારક અને ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે, પરંતુ જો તમે વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરો છો તો તેની અસર તમારા લિવર પર પડે છે. જેના કારણે લીવર પર બળતરા અને રોગો થવાનું જોખમ વધી જાય છે.
- જે લોકો દરરોજ આલ્કોહોલ પીતા હોય છે તેમને હૃદયરોગ થવાની શકયતા વધી જાય છે. આલ્કોહોલનું સેવન હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોકનું જોખમ વધારે છે, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી. નિયમિત રીતે દારૂ પીવાથી તમારું વજન પણ ઝડપથી વધવા લાગે છે.
- જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેઓ હાડકાને લગતી બીમારીઓનો શિકાર બની શકે છે. આવા લોકો ઓસ્ટીયોપોરોસીસનો શિકાર બની શકે છે. આલ્કોહોલ પીવાથી શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડી યોગ્ય રીતે કામ નથી કરતા, જેના કારણે તમને હાડકાં સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
- જે લોકો પુષ્કળ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે તેમને ડિસર્થરિયા થવાનું જોખમ વધારે હોય છે. જેના કારણે તમને બોલતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- દારૂ પીવાથી વંધ્યત્વની સમસ્યા વધી શકે છે. સગર્ભા સ્ત્રીઓ દ્વારા આલ્કોહોલનું સેવન તેમને તેમજ બાળકને નુકસાન પહોંચાડે છે. જેના કારણે પ્રિમેચ્યોર ડિલિવરી, મિસકેરેજ, ફેટલ આલ્કોહોલ સિન્ડ્રોમ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચોઃ પેટ અને લીવરની બીમારીને દૂર રાખે છે લવિંગ, જાણો તેના ઉપયોગો