પાટણ શહેરમાં સિદ્ધિ સરોવર સુસાઈડ પોઇન્ટ બન્યુ
- શહેરના યુવકે અગમ્ય કારણોસર તળાવમાં મોતની છલાંગ લગાવી
- પાટણના સિદ્ધિ સરોવરમાં ભારે શોધખોળ બાદ યુવકની લાશ મળી
- યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી
પાટણ શહેરમાં સુસાઈડ પોઇન્ટ બની ચૂકેલા સિદ્ધિ સરોવરમાં પાટણ માજ રહેતા યુવકે પડતું મૂક્યું હતું. જેને શોધવા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાં પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ સાંજ સુધીમાં યુવકની કોઈ ભાળ મળી ન હતી.
આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 31748 વિદ્યાર્થીઓને પદવી વિતરણ કરાશે
યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી
ત્યારે રવિવારે પણ શોધખોળ ચાલુ રાખીને યુવકની લાશને શોધીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શહેરના સિધ્ધિ સરોવરમાં પાટણ શહેરમાં રહેતા લવ રાકેશભાઈ દરજી ઉ.વ 23 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પડતું મૂક્યું હતું. ત્યારે આ અંગેની જાણ લોકોને થતા તેવો તળાવ પાસે દોડી આવ્યા હતા અને યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી.
આ પણ વાંચો: ધો.10ની વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કરી વેપારીએ વારંવાર દુષ્કર્મ કર્યુ
તળાવની વચ્ચેથી લવ દરજીની લાશ મળી આવી
નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ દ્વારા બોટની મદદથી તરવૈયાની ટીમ દ્વારા તળાવના ઊંડા પાણી ની અંદર ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ કરી હતી પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે આજે બીજા દિવસે સવારથી ફરી પાલિકા ના ફાયર ઓફિસર સ્નેહલ મોદી , લિડિંગ ફાયરમેન અસ્વીનભાઈ પ્રજાપતિ, ફાયર મેન કમ ડ્રાઈવર સુરેશભાઈ ઠાકોર, વિકાસભાઈ દેસાઈ, સંદીપ પઢારીયા, વિપુલભાઈ બાંકોડિયા, ક્રુનાલ ચૌધરીએ શોધખોળ શરૂ કરતાં તળાવની વચ્ચેથી લવ દરજીની લાશ મળી આવતા તેને બોટની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા પંચનામું કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. ત્યારે યુવકની લાશ બહાર આવતા મૃતકના પરિવારના સભ્યો એ ભારે રોકકળ કરી મૂકી હતી.