ટ્રેન્ડિંગવર્લ્ડ

સિદ્ધાર્થ માલ્યાને લગ્નમાં મહિલાએ ભેટમાં આપ્યું ‘કામસૂત્ર’, કોણ છે તે મહેમાન

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 26 જૂન : ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ તાજેતરમાં જ તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમારોહ વિજય માલ્યાની બ્રિટનમાં હર્ટફોર્ડશાયર એસ્ટેટમાં ખ્રિસ્તી અને હિન્દુ બંને રીત-રિવાજો મુજબ યોજાયો હતો. સિદ્ધાર્થ-જાસ્મિનના લગ્નની શાનદાર તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય સિદ્ધાર્થ પોતે પણ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નની સુંદર તસવીરો શેર કરી રહ્યો છે.

તાજેતરમાં, સિદ્ધાર્થે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, લગ્નમાં મળેલી ખાસ ભેટની એક તસવીર શેર કરી છે જેમાં કામસૂત્રનું પુસ્તક છે. તેના કેપ્શનમાં સિદ્ધાર્થે લખ્યું છે – @tushitapatel મારા માટે લગ્નની શ્રેષ્ઠ ભેટ લાવ્યા છે.

કોણ છે તુષ્ટિ પટેલ?

તુષ્ટિ પટેલ, સિદ્ધાર્થ માલ્યાના પિતા વિજય માલ્યાની એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે, તુષ્ટિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ તસવીર ફરીથી પોસ્ટ કરી. તેના કેપ્શનમાં તેણે લખ્યું- ‘અને મનપસંદ વધુ એક છોકરાએ બીજે લગ્ન કરી લીધા. હું તેને યુઝર્સ મેન્યુઅલ મોકલું છું.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિજય માલ્યા 900 કરોડ રૂપિયાથી વધુની કથિત લોન ફ્રોડ કેસમાં આરોપી છે, જેની તપાસ ED અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન કરી રહી છે અને તે હાલમાં બ્રિટનમાં છે. માલ્યાના પુત્રના લગ્નમાં દુનિયાભરના અમીર લોકો મહેમાન બનીને આવ્યા હતા.

સિદ્ધાર્થ અને જાસ્મિનના લગ્નના ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો તેમાં ભાગેડુ પૂર્વ IPL ચીફ લલિત મોદી, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર-શો, એડવર્ટાઈઝિંગ ફિલ્મ નિર્માતા કૈલાશ સુરેન્દ્રનાથ અને પત્ની આરતી, ક્રિકેટ લિજેન્ડ ક્રિસ ગેલ અને ફેશન ડિઝાઈનર મનોવિરાજ ખોસલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :દુનિયાને હચમચાવી દેનાર જુલિયન અસાંજે છેવટે 14 વર્ષે મુક્તિનો શ્વાસ લીધો

Back to top button