ટ્રેન્ડિંગનેશનલમનોરંજનસ્પોર્ટસ

વીમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા આપશે પર્ફોમન્સ

Text To Speech
  • વીમેન્સ પ્રીમિયર લીગ (WPL-2024)ની ઓપનિંગ સેરેમનીમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યન પર્ફોમન્સ આપશે.

મુંબઈ, 20 ફેબ્રુઆરીઃ આગામી 23 ફેબ્રુઆરીથી વીમેન્સ પ્રીમિયર લીગ (WPL-2024)ની બીજી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ લીગમાં બોલિવૂડનો તડકો લાગવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુમાં રમાવવાની છે. તે પહેલાં શાનદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી ફેન્સનું દિલ જીતી લેશે. આ ઓપનિંગ સેરેમનીમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પર્ફોમ કરવાનો છે. આ પહેલા કાર્તિક આર્યનનું નામ પણ ચર્ચાતું હતું. હવે આ બે સ્ટાર WPL-2024ની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ આપશે. અન્ય કલાકારોના નામની પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે WPLની પહેલી સીઝનમાં ઓપનિંગ સેરેમનીમાં કિયારા અડવાણી અને કૃતિ સેનને પર્ફોમ કર્યું હતું.

પાંચ ટીમ વચ્ચે રમાશે કુલ 22 મેચ

વીમેન્સ પ્રીમિયર લીગ 2024માં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચ રમાશે. લીગની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 6.30 વાગે યોજાશે. આ વખતે દરેક મેચ દિલ્હી અને મુંબઈમાં જ રમાશે. આ લીગની પહેલી સીઝન મુંબઈની ટીમે પોતાના નામે કરી હતી.

17 માર્ચે યોજાશે ફાઈનલ

લીગની પહેલી 11 મેચ બેંગલુરુ અને બાકીની મેચ દિલ્હીમાં થશે. એક દિવસમાં એક જ મેચ થશે અને તમામ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. 13 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચેચે દિલ્હીમાં આખરી મેચ હશે. 14 અને 16 માર્ચનો બ્રેક રહેશે. 15 માર્ચે એલિમિનેટર અને 17 માર્ચે ફાઈનલ રમાશે. ઉલ્લેખનીય છે કે WPL-2023 4થી 26 માર્ચ સુધી ચાલી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ખિતાબ મેળવ્યો હતો. મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર અને દિલ્હીની મેગ લેનિંગ હતી.

આ પણ વાંચોઃ બાળકોના ઉછેરમાં માતા-પિતા તરીકે ધ્યાનમાં રાખો આ મહત્ત્વના મુદ્દા

Back to top button