નવા વર્ષમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન, જાણો ક્યારે અને ક્યાં લેશે ફેરા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના અફેરની ચર્ચાઓ ઉઠી રહી હતી, અને ટૂક સમયમાં આ બંન્ને લગ્ન કરશે તેવી વાત પણ વહેતી થઈ હતી. ત્યારે હવે આ કપલના લગ્નને લઈને વધુ એક અપડેટ સામે આવી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લઈને સોશિયલ મિડિયા પર કેટલીક ચર્ચાઓ થઈ રહી હતી. જેમાં આ કપલ છેલ્લા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યું હોવાની ચર્ચા છે. જ્યારે બંનેએ તેમના સંબંધને લઈને તેઓએ સ્પષ્ટતા કરી ન હતી ત્યારે હવે તેઓએ ‘મિત્રો કરતાં વધુ હોવાનો સંકેત આપ્યો છે. જે ચાહકો તેમના લગ્નની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેઓ માટે હવે અમારી પાસે એક રસપ્રદ અપડેટ છે.
હજૂ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન સાથે જોડાયેલી નવા સમાચાર સામે આવ્યા છે. કપલ 2023 ની શરૂઆતમાં લગ્ન કરશે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
જાણો લગ્નનો સમગ્ર કાર્યક્રમ
ETimesના અહેવાલ પ્રમાણે સિદ્ધાર્થ-કિયારા આવતા વર્ષે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જેસલમેર પેલેસ હોટેલમાં લગ્ન કરશે. અહેવાલમાં જણાવ્યા મુજબ તેઓ 6 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. 4 અને 5 ફેબ્રુઆરીએ લગ્ન પહેલા મહેંદી, સંગીત અને હલ્દી સેરેમની ઉજવવામાં આવશે, જેમાં પરિવારના તમામ સભ્યો સામેલ થશે. વિકી-કેટરિનાની જેમ સિદ્ધાર્થ-કિયારા પણ શાહી અંદાજમાં લગ્ન કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
લગ્નને લઈને આપ્યા હતા સંકેત
આ મહિનાની શરૂઆતમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક મુલાકાતમાં કિયારા અડવાણી સાથેના લગ્નની અફવાઓને સંબોધિત કરી હતી. રેડિયો ફિવર એફએમમાં અભિનેતાને તેના લગ્નની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાં તેણે શરમાઈને જવાબ આપ્યો હતો કે, “હું આ વર્ષે લગ્ન કરી રહ્યો છું.”
આ પણ વાંચો : અનુષ્કા શર્માના ભાઈને ડેટ કરી રહી છે તૃપ્તિ ડિમરી, ઈન્સ્ટા પર રોમેન્ટિક ફોટો કર્યો શેર