સિદ્ધાર્થએ કિયારાને પહેરાવ્યું કરોડોનું મંગલસૂત્ર, કિંમત જાણીને ચોંકી જશો


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હાલ નવદંપતી તેમના રિસેપ્શનમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે કિયારાના મંગળસૂત્રની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
સિદ્ધાર્થે કિયારાને પહેરાવ્યું ખૂબ જ કિમતી મંગલસૂત્ર
બોલિવૂડનું સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પતિ-પત્ની બની ગયા છે. ‘શેરશાહ’ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને આખરે 7 ફેબ્રુઆરીએ જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ બંન્નેના લગ્નની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે હાલ કિયારાની મંગલસૂત્રને લઈને કેટલીક જાણકારી સામે આવી છે. જે મુજબ સિદ્ધાર્થે કિયારાને ખૂબ જ કિમતી મંગલસૂત્ર પહેરાવ્યું છે.
કિયારાનું મંગલસૂત્ર બન્યું ચર્ચાનું કેન્દ્ર
લગ્ન પછી જેસલમેરથી દિલ્હી પરત ફરતી વખતે કિયારા અને સિદ્ધાર્થ એરપોર્ટ પર મીડિયા સામે સુંદર પોઝ આપ્યા હતા. દુલ્હન કિયારાનો લાલ રંગનો સૂટ, સિંદૂર ભરેલી માંગ, ગુલાબી ચૂડા અને મંગળસૂત્ર હાઇલાઇટ્સમાં હતા. જો કે આ મંગલસુત્ર દેખાવમાં નાનુ હતુ પરંતુ તેની કિંમત જાણીને ચોંકી જશો. આ મંગળસૂત્રની કિંમત કરોડોમાં છે.
જાણો કિયારાના મંગલસૂત્રની શું છે ખાસિયત
જાણકારી મુજબ કિયારાના મંગળસૂત્રની કિંમત કરોડોમાં છે. આ મંગલસુત્રને પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કર્યું છે, જે લગભગ 2 કરોડ રુપિયાનું છે. આ મંગલસુત્ર દેખાવમાં એકદમ સિમ્પલ છે. તેમાં સોનાની ચેઈન અને કાળા મોતી છે. તેમજ આ મંગલસુત્રની મધ્યમાં એક એક મોટો ડાયમંડ લગાવ્યો છે. કિયારાનું મંગલસુત્ર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. દરેક જણ હવે કિયારા અડવાણીના મંગળસૂત્રની નજીકથી અને સ્પષ્ટ ઝલક મેળવવા આતુર છે.
આ પણ વાંચો : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 4 કિ.મી લાંબો ટ્રાફિક જામ સર્જાયો