જમ્યા બાદ ફળ ખાવાની આદત પાડી શકે છે બીમાર, તમે પણ ચેતો
- ખાટાં ફળો ભલે અગણિત ફાયદા આપતા હોય, પરંતુ જમ્યા પછી ખાટા ફળો ખાવા યોગ્ય નથી. અહીં જમ્યા પછી ખાટા ફળો ખાવાની કેટલીક આડ અસર વિશે જાણો
શું તમે જમ્યા બાદ ખાટાં ફળ ખાવાની ટેવ ધરાવો છો? નારંગી, મોસંબી, દ્રાક્ષ, કીવી જેવા ફ્રુટ તેના ખાટા સ્વાદ માટે જાણીતાં છે. આ ફળોમાં વિટામિન સી મોટી માત્રામાં હોય છે. તે એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કોલેજન વધારવામાં પણ મદદ કરે છે. તે શરીરમાં આયરનના શોષણમાં પણ મદદ કરે છે. ખાટાં ફળો ભલે અગણિત ફાયદા આપતા હોય, પરંતુ જમ્યા બાદ ખાટાં ફળો ખાવા યોગ્ય નથી. અહીં જમ્યા બાદ ખાટાં ફળો ખાવાની કેટલીક આડ અસર વિશે જાણો. દરેક વ્યક્તિએ જમ્યા પછી ખાટાં ફળો ખાવાથી બચવું જોઈએ.
ખાટાં ફળોના શું છે ફાયદા?
ખાટાં ફળોમાં ડાયેટરી ફાઈબર હોય છે, આથી તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સ્વસ્થ રાખે છે અને પાચન યોગ્ય રહે છે. તેમાં રહેલા વિટામીન અને એન્ટીઓક્સીડન્ટ શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ છે, પરંતુ જમ્યા પછી તેને ખાવું યોગ્ય માનવામાં આવતું નથી.
એસિડને લગતી સમસ્યાઓ
સાઇટ્રસ ફળો એસિડિક હોય છે અને બપોરના ભોજન પછી તરત જ તેનું સેવન કેટલાક લોકોનું પાચન ખરાબ કરી શકે છે. એસિડિટીના કારણે અપચો, બેચેની કે છાતીમાં બળતરા થઈ શકે છે. ખાસ કરીને એસિડની સમસ્યા હોય તે લોકોએ આમ કરવાનું ટાળવું જોઈએ.
પોષકતત્ત્વોના શોષણમાં વિલંબ
ખાટાં ફળોમાં ચોક્કસ સંયોજનોની હાજરી હોય છે, જો તેને ભોજન પછી તરત જ લેવામાં આવે તો પોષક તત્વોના શોષણમાં દખલ કરી શકે છે. જેના કારણે શરીરમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સની ઉણપ થાય છે અને તમને ફળ ખાવાનો ફાયદો મળતો નથી.
પેટ અને પાચનમાં તકલીફ
કેટલાક લોકોને જમ્યા પછી ખાટાં ફળો ખાવાથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ પ્રોબલેમ્સ જેમકે પેટમાં દુખાવો, પેટમાં સોજો કે ગેસ જેવી તકલીફો થઈ શકે છે. ખાસ કરીને જો તેમનું પાચન તંત્ર સંવેદનશીલ હોય. તેવા લોકોએ ભૂલથી પણ ખાટાં ફળોનું ભોજન સાથે કે ભોજન બાદમાં સેવન ન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ મુસીબતમાં ફસાયો ધનુષ, તિરુપતિમાં શૂટિંગ દરમિયાન થઈ ફરિયાદ