ટોપ ન્યૂઝનેશનલ

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું નિધન

Text To Speech

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું શુક્રવાર સવારે 106 વર્ષની વયે નિધન થયું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કલ્પામાં તેમણે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. કિન્નૌરના ડીસી આબિદ હુસૈને માસ્ટર નેગીના મૃત્યુની પુષ્ટિ કરી છે. નેગીની ઉંમર 106 વર્ષની હતી અને દેશમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં તેમણે સૌથી પહેલા મતદાન કર્યું હતું.

દેશના સૌથી વૃદ્ધ મતદાર શ્યામ સરન નેગી હાલમાં જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 2 નવેમ્બરના રોજ પોતાનું પોસ્ટલ બેલેટ નાખ્યો હતો. ત્યારે આજે તેમના મૃત્યુના સમાચાર મળ્યા છે. જે અંગે ડીસી કિન્નૌર આબિદ હુસૈને કહ્યું કે, જિલ્લા પ્રશાસન સૌથી વૃદ્ધ મતદારોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમજ તેમને સન્માનપૂર્વક વિદાય કરવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યની ચેકપોસ્ટ પર પોલીસ એલર્ટ

શ્યામ સરન નેગીની લાંબા સમયથી તબીયત લથડી હતી અને શુક્રવારે સવારે લગભગ 3 કલાકની આસપાસ તેમનું દેહાંત થઈ ગયું. ત્યારે આજે પ્રશાસને પુરા સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશેનું નક્કી કર્યુ છે. શ્યામ શરણ નેગીના દિકરી સીપી નેગીએ કહ્યું કે, તેમના પિતા લાંબા સમયથી બિમાર હતા અને આજે સવારે લગભગ 3 વાગ્યે તેમનું દેહાંત થઈ ગયું અને પ્રશાસનને તેની સૂચના આપવામાં આવી હત

Back to top button