ફોટો સ્ટોરીમનોરંજન

રેડ સાડીમાં શ્વેતા તિવારીનો જોવા મળ્યો સિઝલિંગ લુક, તસવીરો જોઈને આંખો ફાટી જશે

Text To Speech

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ હોય છે. 41 વર્ષની  શ્વેતાએ સોશિયલ મીડિયામાં વીડિયો ને ફોટોઝ શૅર કરતી રહેતી હોય છે. શ્વેતા હાલ 41 વર્ષની છે પરંતુ જેમ જેમ તેની ઉંમર વધે છે તેમ તેમ તેની સુંદરતા પણ વધતી જાય છે. આ વાતના પુરાવા તેના લેટેસ્ટ ફોટામાં જોવા મળે છે.  હાલમાં જ શ્વેતાએ રેડ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં શ્વેતા તિવારી ઘણી જ સેન્સેશનલ જોવા મળી હતી.

રેડ સાડીમાં લાગી સુપર હોટ
શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડી ને ફૂલ સ્લિવ બ્લેક બ્લાઉઝમાં જોવા મળી હતી. શ્વેતાએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાનમાં મોટી ઈયરરિંગ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો. આ લુકમાં શ્વેતા સુપર્બ લાગતી હતી.

Shweta Tiwari

Shweta Tiwari

અનેક યુઝર્સે શ્વેતાની પોસ્ટના વખાણ કર્યા
અનેક યુઝર્સને શ્વેતાનો આ અંદાજ ઘણો જ પસંદ આવ્યો હતો. માત્ર યુઝર્સ જ નહીં, ટીવી સેલેબ્સે પણ શ્વેતાની સુંદરતાના વખાણ કર્યા હતા.

Shweta Tiwari

Shweta Tiwari

રોહિત શેટ્ટી સાથે જોવા મળશે
શ્વેતા તિવારીનો અપકમિંગ પ્રોજેક્ટ બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે છે. ઉલ્લેખનીય છે કે શ્વેતાની દીકરી પલક ‘બીજલી’ સોંગને કારણે લોકપ્રિય થઈ છે. પલક તિવારી એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં કામ કરી રહી છે.

Shweta Tiwari

શ્વેતાના બે લગ્ન, પરંતુ બંને નિષ્ફળ
શ્વેતાએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી પલકનો જન્મ થયો હતો. લગ્નના 9 વર્ષ બાદ 2007માં શ્વેતાએ રાજા વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. શ્વેતાનો આક્ષેપ હતો કે રાજા નશામાં તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને માર મારે છે. અનેકવાર સેટ પર પણ રાજાએ હંગામો કર્યો હતો. ડિવોર્સ બાદ દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી હતી.

Shweta Tiwari

2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી દીકરો રેયાંશ છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી અભિનવ તથા શ્વેતા અલગ રહે છે. શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઇલ કર્યો હતો.

Back to top button